પાકિસ્તાનનો વિશાળ ફુગ્ગો ભારતમાં પડ્યો? બાદમાં શું થયું જુઓ રહસ્યમય વીડિયો
રાજસ્થાન, 7 નવેમ્બર, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના પ્રતીક સાથેનું વિમાન આકારનું ફુગ્ગો બેહરોર વિસ્તારના મિલકપુર ગામમાં એક ખેતરમાંથી મળી આવ્યું હતું. પાકિસ્તાની ફુગ્ગો મળી આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ખેડૂતની માહિતી બાદ પોલીસ ફુગ્ગો પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. પોલીસ અને બીએસએફ એલર્ટ થઈ ગયાં હતા તો બીજી તરફ ખાજુવાલા પોલીસ સ્ટેશન ઓફિસર બળવંત કુમારનું કહેવું છે કે અમને પાકિસ્તાનથી ફુગ્ગો આવવાની માહિતી મળી હતી. તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં ફુગ્ગો ઉડી ગયો હતો. આવી સ્થિતિમાં ફુગ્ગો જપ્ત કરી શકાય નહીં.
View this post on Instagram
બહેરોર વિસ્તારના મિલકપુર ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી પાકિસ્તાની ફુગ્ગો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ફુગ્ગોનું કદ લગભગ ત્રણ ફૂટ જેટલું છે. ફુગ્ગા પર સફેદ અને લીલા રંગમાં અંગ્રેજી અને ઉર્દૂમાં PIA લખેલું છે. નીમરાના એડિશનલ એસપી શાલિની રાજે જણાવ્યું કે એક પાકિસ્તાની ફુગ્ગો ખેડૂતના ખેતરમાં પડવાની માહિતી મળી હતી. ફુગ્ગોમાંથી પ્રથમ દૃષ્ટિએ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. આ ફુગ્ગો ક્યાંથી આવ્યો તે જાણવા માટે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કારણ કે અહીંથી પાકિસ્તાનની સરહદ ઘણી દૂર છે. પાકિસ્તાન સરહદે આવેલા વિસ્તારોમાં આવા કિસ્સાઓ સામે આવતા રહે છે.
સદર પોલીસ સ્ટેશનના અધિકારી અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, આ ફુગ્ગોમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. વીર સિંહના પુત્ર રવિન્દ્રનું કહેવું છે કે તે બપોરે 2 વાગ્યેતેના પિતા સાથે ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, એક પક્ષી આકારનું હેલિકોપ્ટર આકાશમાંથી પસાર થયું અને ઉપરથી આ બલૂન છોડ્યું. જે અમારા ખેતરમાં પડ્યું. આ જાણકારી પોલીસને આપી. પોલીસે સ્થાનિક લોકોના નિવેદન નોંધ્યા છે અને આસપાસના વિસ્તારમાં તપાસ ચાલી રહી છે. ગામમાં પાકિસ્તાની ધ્વજ સાથેના ફુગ્ગા મળ્યાના સમાચારે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે અને ઘટનાસ્થળે હજુ પણ ગ્રામજનોની ભીડ ઉમટી પડી છે. ઘણીવાર પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારોમાં ગુબ્બારા અથવા ડ્રોન દ્વારા શંકાસ્પદ સામગ્રી આવવાના કિસ્સાઓ સામે આવે છે.
આ પણ વાંચો..વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવનો રંગેચંગે પ્રારંભ: દેશ-વિદેશથી લાખો હરિભક્તો દર્શનાથે આવશે