ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઠંડીમાં હાડકાની સ્ટિફનેસ કે સાંધાનો દુખાવો વધી જાય છે? આ ઉપાય આપશે રાહત

  • ઠંડીની રાહ તો સહુ કોઈ જોતા હોય છે, પરંતુ ઠંડી આવવાની શરૂ થાય તો અનેક સમસ્યાઓ પણ સાથે લાવે છે. તેમાં એક છે સાંધાનો દુખાવો

HD ન્યુઝ ડેસ્કઃ ધીમા પગલે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. લોકો આમ તો શિયાળાની સીઝનની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ સિઝન પોતાની સાથે ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. જેમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધા અને ઘૂંટણનો દુખાવો છે. આ ઋતુમાં શરીર અકડાવું અને સાંધાનો દુખાવો સામાન્ય સમસ્યા છે. નિષ્ણાતોના મતે શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો હોય છે, જેના કારણે માનવ શરીરમાં વિટામિન ડીનું સ્તર ઘટવા લાગે છે. આ મુખ્ય કારણ છે કે આ ઋતુમાં શરીરના અનેક અંગો જેવા કે સાંધા અને હાડકામાં તકલીફ થવા લાગે છે, સાંધા જકડાઈ જાય છે. આ ઉપરાંત જે લોકો આર્થરાઈટિસ જેવી બીમારીથી પીડિત હોય છે તેમને પણ આ સીઝનમાં વધુ દુખાવો થાય છે. જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ તેમના સાંધાનો દુખાવો પણ એ જ ગતિએ વધે છે, પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારી જાતની વધુ સારી રીતે કાળજી લઈ શકો છો.

ઠંડીમાં હાડકાની સ્ટિફનેસ કે સાંધાનો દુઃખાવો વધી જાય છે? આ ઉપાય આપશે રાહત hum dekhenge news

વિટામિન ડીની કમી ન થવા દો

શિયાળામાં આપણા શરીરમાં વિટામિન ડીની ઉણપ સૌથી વધુ હોય છે, જેના કારણે આપણું શરીર જકડાઈ જાય છે. અને સાંધામાં દુખાવો શરૂ થાય છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં સૂર્યપ્રકાશ તમારા માટે સંજીવની બુટી સમાન છે. તેથી દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક સૂર્યપ્રકાશમાં રહો અને તમારા આહારમાં વિટામિન ડીનું પ્રમાણ વધારો.

યોગ કરો

ઠંડીની સીઝનમાં લોકો ઘણીવાર તેમના આરોગ્ય પ્રત્યે બેદરકાર અને આળસુ બની જાય છે, તેથી પોતાને ફિટ રાખવા માટે, તમારે યોગ કરવા જોઈએ. યોગ કરવાથી તમે માત્ર ફિટ જ નહીં, પરંતુ ઘણી બીમારીઓથી પણ દૂર રહી શકશો. સાંધાનો દુખાવો ઓછો કરવા માટે ગિદ્ધાસન અને પ્રાણાયામ શરૂ કરો. ઉપરાંત, દિવસ દરમિયાન હંમેશા સ્ટ્રેચિંગ કરવાનું રાખો. ઘણા કલાકો સુધી કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવાને કારણે તમારા સાંધા જકડાઈ જાય છે. તેથી તમારા શરીરનું હલનચલન કરતા રહો.

ઠંડીમાં હાડકાની સ્ટિફનેસ કે સાંધાનો દુઃખાવો વધી જાય છે? આ ઉપાય આપશે રાહત hum dekhenge news

 

આ બાબતોનું ધ્યાન રાખો

  • આ સીઝનમાં તમારા શરીરને ગરમ રાખવા માટે યોગ્ય કપડાંની પસંદગી કરવી સૌથી જરૂરી છે.
  • આ ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ ખોરાક ખાવ.
  • તમારા આહારમાં લીલા શાકભાજીનો પણ સમાવેશ કરો. આનું સેવન કરવાથી હાડકાના દુખાવામાં રાહત મળશે.
  • શિયાળામાં મેથીના લાડુ ખાઓ, ખાલી પેટ લસણનું સેવન કરો.
  • તલના તેલથી હાડકાં મજબૂત બને છે. તમારા કીચનમાં તલના તેલથી રસોઈ કરો.
  • વિટામિન ડી વધારવા માટે તમારા આહારમાં રાગીના લોટનો સમાવેશ કરો. તેમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે.
  • સાંધાના દુખાવાથી બચવા માટે જોઈન્ટ્સને ગરમ પાણીથી શેકો

આ પણ વાંચોઃ ચેતવણી! બાળકોની મેન્ટલ હેલ્થ પર અસર કરી રહ્યું છે સોશિયલ મીડિયા

Back to top button