જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત : શુભેચ્છકોને કરી આ અપીલ
જામનગર, 7 નવેમ્બર : જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમના દ્વારા શુભેચ્છકોને એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. જેમાં તેઓને તબીબોએ આરામ કરવાની સલાહ આપી હોવાથી કોઈએ પણ રૂબરૂ કે ટેલિફોનિક તેમનો સંપર્ક ન કરવા એક પત્ર જાહેર કરી અપીલ કરી છે.
મળતી માહિતી મુજબ, જામ સાહેબ શત્રુશલ્યસિંહજી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે. દરમિયાન આજે જામ સાહેબે પોતાનાં શુભચિંતકોને પોતાના હાથે લખેલો પત્ર જાહેર કરી સંદેશ પાઠવ્યો છે કે તેઓ રૂબરૂ મળવા ન આવે અને ફોન કોલ્સ પણ ન કરે. જ્યારે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે એટલે તુરંત જ જાણ કરશે અને શુભેચ્છકોને મળશે.
ઉલ્લેખનીય છે કે, જામનગરનાં રાજવી પરિવારનાં રાજકુંવર જામ શત્રુશલ્યસિંહજીની તબિયત વધુ નાદુરસ્ત થઈ હોવાના સમાચાર છે. તબીબોએ જામ સાહેબની તબિયત અતિગંભીર હોવાનું જણાવ્યું છે. જામ સાહેબ છેલ્લા ઘણા સમયથી બીમાર છે. દરમિયાન, જામ સાહેબે તેમના શુભચિંતકોને સંદેશ પાઠવી અપીલ કરી છે. જામ સાહેબે શુભચિંતકોને રૂબરૂ મળવા ન આવવા અને ફોન કોલ્સ પણ ન કરવા અપીલ કરી છે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાની આગામી ઉત્તરાધિકારી તરીકે જાણીતા પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની પસંદગી કરી હતી અને આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. તે પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, આ જાહેરાતથી તેમની મોટાભાગની ચિંતા દૂર થઈ ગઈ છે અને હવે તેઓ હળવાશ અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો :- રાજ્યમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 3,29,552 ખેડૂતોની નોંધણી