ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CJI ચંદ્રચુડનો નિવૃત્તિ પહેલા મોટો નિર્ણય, સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન રદ્દ કરી દીધું

Text To Speech
  • વર્ષ 2025ના જ્યુડિશિયલ કેલેન્ડરમાં ઉનાળાના બ્રેકને ‘આંશિક કાર્ય દિવસ’ તરીકે નામાંકિત કરવામાં આવ્યો

નવી દિલ્હી, 7 નવેમ્બર: CJI દ્વારા ન્યાયતંત્ર અંગે એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના CJI ચંદ્રચુડે પોતાની નિવૃત્તિના થોડા દિવસો પહેલા જ આજે ગુરુવારે મોટો નિર્ણય લીધો છે. CJIએ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવતું ઉનાળુ વેકેશન રદ્દ કરી દીધું છે. તેમણે કહ્યું છે કે, હવે માત્ર આંશિક કોર્ટ કામકાજના દિવસો રહેશે. આ નવો નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. વર્ષ 2025ના જ્યુડિશિયલ કેલેન્ડરમાં ઉનાળાના બ્રેકને ‘આંશિક કાર્ય દિવસ’ તરીકે નામાંકિત કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમો મુજબ, આંશિક કામકાજના દિવસો 26 મે, 2025થી શરૂ થશે અને સંપૂર્ણ કામકાજના દિવસો 14 જુલાઈ, 2025થી શરૂ થશે.

બે સત્રમાં કામ કરશે સુપ્રીમ કોર્ટ

CJI ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થશે

મહત્ત્વપૂર્ણ છે કે, CJI DY ચંદ્રચુડ, જેમણે 9 નવેમ્બર, 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો, તેઓ 10 નવેમ્બરે નિવૃત્ત થશે. જસ્ટિસ સંજીવ ખન્ના, હાલમાં સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે અને તેઓ 11 નવેમ્બરે CJIનો ચાર્જ સંભાળશે.

આ પણ જૂઓ: પરાળ સળગાવવા માટે દંડ બમણો કરાયો : SCના ઠપકા બાદ કેન્દ્રનો નિર્ણય

Back to top button