ટ્રેન્ડિંગવર્લ્ડ

કલયુગની માતા! પોતાના જ નવજાત બાળકને વેચવા નીકળી મહિલા, ફેસબુક પર જાહેરાત બાદ ધરપકડ

  • નવજાત બાળક માટે પરિવારની શોધમાં ઑનલાઇન બાળકોને દત્તક લેનારા ગ્રુપમાં માતાએ શેર કરી હતી પોસ્ટ 

અમેરિકા, 7 નવેમ્બર:  દુનિયામાં માત્ર માતાનો જ પ્રેમ હોય છે જે નિઃસ્વાર્થ હોય છે. ન તો કોઈના પ્રેમની સરખામણી માતાના પ્રેમ સાથે થઈ શકે અને ન તો કોઈ આ સ્તરે કોઈને પ્રેમ કરી શકે છે. એક માતા જ છે જે પોતાના બાળકથી દૂર હોય તો પાગલ પણ થઈ જાય છે અને ઘણા કિસ્સામાં તો માતા પોતાના બાળકથી દૂર રહેવાના દુઃખમાં મૃત્યુ પણ પામે છે. પરંતુ આજે એક એવી માતા વિશે જણાવવા મળ્યું છે જે પૈસાની જરૂર હોવાના કારણે પોતાના નવજાત બાળકને વેચવા નીકળી હતી.

મહિલાએ ફેસબુક પર આપી જાહેરાત 

જન્મ આપ્યાના થોડા કલાકો બાદ જ ફેસબુક પર પોતાના નવજાત બાળકને વેચવાનો પ્રયાસ કરવા બદલ એક અમેરિકન મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 21 વર્ષીય જુનિપર બ્રાયસન(Juniper Bryson) નામની મહિલાએ પોતાના બાળક માટે પરિવારની શોધમાં એક ઑનલાઇન બાળકોને દત્તક લેનારા ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી, પરંતુ તેણીએ સ્પષ્ટ કર્યું ન હતું કે, તે આના બદલામાં પૈસા માંગી રહી છે. આ ઘટનાએ લોકોના ગ્રુપને આંચકો આપ્યો, ઘણા લોકો અને પરિવારોએ શરૂઆતમાં બાળકને દત્તક લેવામાં રસ દર્શાવ્યો, પરંતુ તેઓ મહિલાની પૈસાની માંગથી અજાણ હતા.

‘જન્મ દેનારી માં માતા-પિતાને શોધી રહી છે’

તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપનારી બ્રાયસને ફેસબુક ગ્રુપમાં નવજાત બાળકની તસવીર પોસ્ટ કરી અને સાથે કેપ્શન આપ્યું કે, “જન્મ દેનારી માં માતા-પિતાને શોધી રહી છે.” તેણીએ દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પોતે મુસાફરી કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી, પરંતુ એક ભૂલ થઈ. તેની માંગ સાથે, તેણીએ  કથિત રીતે એ સ્પષ્ટ કરી દીધું કે તે બાળક માટે પૈસા માંગી રહી છે, કારણ કે તેને પૈસાની જરૂર હતી. આ કેસ સાથે સંબંધિત દસ્તાવેજો દર્શાવે છે કે બ્રાયસને એપાર્ટમેન્ટમાં રહેવા અને નોકરી મેળવવા અથવા મકાનની ડાઉન પેમેન્ટ માટે પણ પૈસા માંગ્યા હતા.

મામલો વિવાદિત બનતા પોલીસે તેણીને કસ્ટડીમાં લીધી

ABCના અહેવાલ મુજબ, બ્રાયસને તેના બાળકને દત્તક લેવા અંગે ઘણા લોકો સાથે વાત કરી, જેમાં એક સમલૈંગિક દંપતી અને હોસ્પિટલમાં તેની સાથે રહેલી એક મહિલાનો સમાવેશ થાય છે. સમલૈંગિક દંપતીએ લુઇસિયાનાથી રાતોરાત વાહન ચલાવીને બાળકને લેવા માટે આવ્યું , પરંતુ જ્યારે બ્રાયસને પૈસા માંગવાનું શરૂ કર્યું ત્યારે તેઓ પાછળ હટી ગયા. ઘટનાની જાણ થતાં CPSએ બાળકને પોતાની કસ્ટડીમાં લઈ લીધો અને તપાસ બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી.

લોકોએ કેવી પ્રતિક્રીયા આપી 

આ મામલાએ જોર પકડતાં જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું ઘોડાપૂર આવ્યું હતું. લોકો સોશિયલ મીડિયા પર મહિલા વિશે વાત કરવા લાગ્યા. કેટલાક યુઝર્સે મહિલાને કલયુગની માતા કહી તો કેટલાક યુઝર્સે કહ્યું કે, “પૈસા આજે સૌથી મોટી જરૂરિયાત છે.” સોશિયલ મીડિયા પર યુઝર્સનો એક વર્ગે મહિલાને કહેવા લાગ્યો કે તમારે શરમથી ડૂબી મરવું જોઈએ, થોડા પૈસા માટે તમારા બાળકને વેચવાનો વિચાર ભયાનક હતો.

આ પણ જૂઓ: પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં રેલવેને ફટકો, એક OKને કારણે ભોગવવું પડ્યું કરોડોનું નુકસાન

Back to top button