ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આર્ટીકલ 370 હટાવવા મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો, ધારાસભ્યો વચ્ચે થઈ ધક્કા-મુક્કી

Text To Speech
  • ગૃહની કાર્યવાહી દરમિયાન બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કીના દ્રશ્યો પણ જોવા મળ્યા

શ્રીનગર, 7 નવેમ્બર: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો શરૂ થઈ ગયો છે. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે, આર્ટીકલ 370 હટાવવાના વિરોધમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બુધવારથી જ આ અંગે ગૃહમાં હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન ગૃહમાં ભારે બોલાચાલી પણ થઈ હતી.

જૂઓ વીડિયો

ભાજપના ધારાસભ્યો પ્રસ્તાવ પરત ખેંચવાની કરી રહ્યા છે માંગ

હોબાળા દરમિયાન નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો કહેતા જોવા મળ્યા હતા કે, અમને અમારો અધિકાર આપો. આર્ટીકલ 370 ફરી લાગુ કરો. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો આર્ટીકલ 370 વિરુદ્ધના પ્રસ્તાવનો વિરોધ કરતા જોવા મળ્યા. આ હોબાળા વચ્ચે ગૃહને પણ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યું, પરંતુ જ્યારે તે ફરી શરૂ થયું, ત્યારે ફરીથી હોબાળો શરૂ થઈ ગયો, ત્યારબાદ માર્શલ ધારાસભ્યોને બહાર કરતા જોવા મળ્યા.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

હકીકતમાં, એન્જિનિયર રાશિદના ભાઈ અને ધારાસભ્ય ખુર્શીદ અહેમદ શેખે આર્ટીકલ 370 પર બેનર બતાવ્યું, જેના પછી વિધાનસભામાં હંગામો શરૂ થઈ ગયો. જે બાદ વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ જૂઓ: શું મમતા બેનર્જીએ પસંદ કર્યા ઉત્તરાધિકારી? TMCએ આગામી CM વિશે આપ્યા સંકેતો?

Back to top button