ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

આ કેચને શું નામ આપશો? વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ કર્યું કંઈક એવું જોઈને રહી જશો દંગ, જૂઓ વીડિયો

  • બ્રિજટાઉનમાં 6 નવેમ્બરે વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની ત્રીજી મેચ રમાઈ

HD ન્યૂઝ ડેસ્ક, 7 નવેમ્બર: વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી ક્રિકેટ મેચ 6 નવેમ્બરે બ્રિજટાઉનમાં રમાઈ હતી. જ્યાં કેરેબિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન બ્રેંડન કિંગે મેદાનમાં એક વિચિત્ર કેચ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 41મી ઓવરમાં આ સુંદર નજારો જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી મેથ્યુ ફોર્ડ બોલિંગ કરી રહ્યો હતો. ફોર્ડની ઓવરના ત્રીજા બોલ પર વિપક્ષી ઓપનર ફિલ સોલ્ટે લેગ સાઇડ પર સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો. અહીં તે અમુક અંશે સફળ રહ્યો, પરંતુ બાઉન્ડ્રી લાઇન પાસે તૈનાત બ્રેંડન કિંગે લાંબી ડાઇવ લગાવીને બોલને પોતાના હાથમાં પકડી તો લીધો પરંતુ, જ્યારે તેને સમજાયું કે તે બાઉન્ડ્રી લાઇનની અંદર રહી શકશે નહીં, ત્યારે તેણે તેની પાસે ઉભેલા તેના સાથી ખેલાડી અલ્ઝારી જોસેફ તરફ બોલ ફેંકી દીધો. પરિણામ એ આવ્યું કે આ બંને ખેલાડીઓની ભાગીદારીને કારણે સોલ્ટને પેવેલિયનનો રસ્તો પકડવો પડ્યો.

જૂઓ કેચનો આ વીડિયો

 

બેટિંગમાં પણ બ્રેંડન કિંગનો ધમાકો

ફિલ્ડિંગ બાદ બ્રેંડન કિંગનું પ્રદર્શન બેટિંગમાં પણ જોવા મળ્યું હતું. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતા તેણે કુલ 117 બોલનો સામનો કર્યો હતો. જે દરમિયાન, તે 87.18ની સ્ટ્રાઈક રેટથી 102 રન બનાવવામાં સફળ રહ્યો. તેના બેટમાંથી 13 ચોગ્ગા અને 1 શાનદાર છગ્ગો આવ્યો. પરિણામ એ આવ્યું કે, બ્રેંડન કિંગ અને કેસી કાર્ટી (128 અણનમ)ની શાનદાર સદીની ઇનિંગ્સને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સરળ જીત હાંસલ કરવામાં સફળ રહી.

વેસ્ટ ઈન્ડિઝ 8 વિકેટે જીત્યું

મેચના પરિણામની વાત કરવામાં આવે તો બ્રિજટાઉનમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 263 રન બનાવી શકી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે યજમાન ટીમે 2 વિકેટના નુકસાન સાથે 43 ઓવરમાં સરળતાથી જીત હાંસલ કરી લીધી હતી. મેચ દરમિયાન, બ્રેંડન કિંગ (102) અને કેસી કાર્ટી (128 અણનમ) સદી ફટકારવામાં સફળ રહ્યા.

આ પણ જૂઓ: ICC ટેસ્ટ રેન્કિંગમાં પંતને ફાયદો, આ બે ભારતીય ખેલાડીઓ ટોપ 10થી ઘણા દૂર

Back to top button