ગુજરાત: તહેવારોના દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાગ્રસ્તોનો આંકડો જાણી દંગ રહેશો
- તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં 91.48 ટકા જેટલો વધારો
- તહેવારોના ચાર દિવસમાં વાહન અકસ્માતથી 3625 વ્યક્તિને ઈજા થઈ
- દાઝવાની ઈમરજન્સીના કેસમાં 850 ટકાનો વધારો થયો હતો
ગુજરાતમાં તહેવારોના દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાગ્રસ્તોનો આંકડો જાણી દંગ રહેશો. જેમાં દિવાળીના તહેવારોના ચાર દિવસમાં વાહન અકસ્માતથી 3625 વ્યક્તિને ઈજા થઈ છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 906 જ્યારે પ્રતિ કલાકે 38 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં સરેરાશ 481 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય છે.
તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં 91.48 ટકા જેટલો વધારો
સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં 91.48 ટકા જેટલો વધારો થયો હતો. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ટુ વ્હિલરમાં સૌથી વધુ 2821, ફોર વ્હિલરમાં 396, થ્રી વ્હિલરમાં 200, અન્ય વાહનમાં 183 લોકોને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. સામાન્ય દિવસોમાં ટુ વ્હિલરમાં સરેરાશ 395, ફોર વ્હિલરમાં 61, થ્રી વ્હિલરમાં 31 જેટલાને વાહન અકસ્માતમાં ઈજા થતી હોય છે. આમ, ટુ વ્હિલરથી થતાં અકસ્માતની ઈજામાં સામાન્ય દિવસો કરતાં 93 ટકાનો વધારો થયો હતો.
દાઝવાની ઈમરજન્સીના કેસમાં 850 ટકાનો વધારો થયો હતો
શ્વાસને લગતી સમસ્યાની ઈમરજન્સીમાં સામાન્ય દિવસો કરતાં સાધારણ વધ-ઘટ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ 412 ઈમરજન્સી સામે 31મીએ 379, 1 નવેમ્બરે 417, બીજીએ 391, ત્રીજીએ 421 ઈમરજન્સીનો સમાવેશ થાય છે. દાઝવાની ઈમરજન્સીના કેસમાં 850 ટકાનો વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં દાઝવાના રોજના સરેરાશ ચાર કેસ સામે 31મીએ 38, 1 નવેમ્બરે 40, બીજીએ 24 અને ત્રીજીએ 11 કેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો