ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

મૈં ડોનાલ્ડ ટ્રમ્પ કી સગી ઔલાદ હૂં: સાંભળો પાકિસ્તાની કિશોરી શું કહે છે?

  • સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ તેના પિતા હોવાનો દાવો કરનારી છોકરીનો વીડિયો વાયરલ

પાકિસ્તાન, 7 નવેમ્બર: અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત હાંસલ કરી છે, પરંતુ તેના પછી તરત જ પાકિસ્તાનમાંથી એક વીડિયો બહાર આવ્યો છે જેમાં એક છોકરીએ દાવો કર્યો છે કે, તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, તે ડોનાલ્ડ ટ્રમ્પ તેના પિતા હોવાનો કહી રહી છે અને તે આ વાત દરેકને ક્લિયર કરી દેવા માંગે છે.

પાકિસ્તાની છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી હોવાનું કહી રહી છે અને તેણી હવે તેમની પાસે પાછી જવા માંગે છે. પાકિસ્તાન અનટોલ્ડ અનુસાર, પોતાને ડોનાલ્ડ ટ્રમ્પની અસલી બાળકી ગણાવતી આ છોકરીએ પાકિસ્તાની મીડિયા સામે આ વાત કહી છે. હવે તેણે આવું કેમ કહ્યું, તેમાં કેટલું સત્ય છે અને આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી.

જૂઓ આ છોકરીનો વીડિયો 

 

‘ડોનાલ્ડ ટ્રમ્પ મેરે વાલિદ હૈ’

વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે, પાકિસ્તાની છોકરી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, હું ડોનાલ્ડ ટ્રમ્પની સગી ઔલાદ છું અને હું મુસ્લિમ છું. જ્યારે અંગ્રેજો અહીં આવે છે, ત્યારે તેઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ છોકરી પાકિસ્તાનમાં શું કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા મારી માતાને કહેતા હતા કે તેણી ખૂબ જ બેદરકાર છે અને મારી દીકરીનું ધ્યાન રાખી શકતી નથી. આ દરમિયાન છોકરીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણી વખત ‘મેરે વાલિદ’ કહ્યા હતા.

‘જ્યારે મારા માતા-પિતા લડ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું’

છોકરીએ એમ પણ કહ્યું કે, મને ઈસ્લામ અને શાંતિ ગમે છે. મારી માતા ઇવાનાએ મારી કાળજી લેતી ન હતી અને મારા પિતા ખૂબ જ કડક અને સિરિયસ વ્યક્તિ છે. તેણીએ કહ્યું કે, જ્યારે મારા માતા-પિતા લડ્યા ત્યારે હું ખૂબ જ દુ:ખી થઈ હતી. જ્યારે છોકરીને પૂછવામાં આવ્યું કે, તે ક્યાં જવા માંગે છે, તો તેણીએ કહ્યું કે, તે તેના માતાપિતા પાસે પાછી જવા માંગે છે.

ટ્રમ્પની શાનદાર જીત

અમેરિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી લડનાર ડોનાલ્ડ ટ્રમ્પે શાનદાર જીત નોંધાવી છે. તેમણે 2016માં તેમની પ્રથમ ચૂંટણી લડી હતી, જેમાં તેઓ જીત્યા હતા. જોકે, 2020ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. 132 વર્ષ પછી અમેરિકામાં એવું બન્યું છે કે, એક ઉમેદવાર સતત બે ચૂંટણી જીત્યા વિના બીજી વખત પ્રમુખ બન્યો છે.

આ પણ જૂઓ: ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર કમલા હેરિસ અને પ્રમુખ બાયડનનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

Back to top button