ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ટ્રમ્પની જીતથી ઈલોન મસ્ક સૌથી વધુ ખુશઃ કહ્યું, જો કમલા હેરિસ જીત્યાં હોત તો…

અમેરિકા, 6 નવેમ્બર :   ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર અમેરિકાની ચૂંટણી જંગ જીતી લીધી છે. મતગણતરી દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળ્યા બાદ બિઝનેસમેન એલોન મસ્કે તેમની જીત અંગે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાની વિક્ટ્રી સ્પીચમાં મસ્કના વખાણ કર્યા હતા. અમેરિકા ઇતિહાસ આ બીજી વખત બન્યું છે જ્યારે ભૂતપૂર્વ પ્રમુખ એક વખત હાર્યા બાદ ફરીથી ચૂંટણી જીત્યા હોય. અગાઉ વર્ષ 1800માં ગ્રોવર ક્લેવલેન્ડ એક ચૂંટણીમાં જીત્યા પછી બીજીમાં હાર્યા હતા અને ત્યારબાદ ફરી જીતી ગયા હતા.

ટ્રમ્પે પોતાની વિક્ટ્રી સ્પીચમાં એલોન મસ્કને સ્ટાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હવે આપણી પાસે એક નવો સ્ટાર છે. અમારો નવો સ્ટાર એલોન મસ્ક છે. તેણે એલોન મસ્કના વખાણ કર્યા અને તેની સ્પેસએક્સ કંપનીના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ઈલોન મસ્કે રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. હવે તેમણે તેમના સમર્થનમાં એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે.

 

ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ખુશ થઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. મસ્કની ટ્વીટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી, મસ્કની કંપનીઓની નિયમન પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ બની જશે અને આ સિવાય સ્પેસએક્સ માટે સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો માર્ગ પણ સરળ બની શકે છે.

મસ્ક આજે સવારથી માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ટ્રમ્પના સમર્થનમાં ટ્વિટ કરતા જોવા મળ્યા હતા. ટ્રમ્પની જીતથી મસ્ક કેટલા ખુશ છે તેનો અંદાજ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી લગાવી શકાય છે.

ઈલોન મસ્કે પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે અમેરિકા બિલ્ડર્સનો દેશ છે અને ટૂંક સમયમાં તમે નવા બાંધકામ માટે સંપૂર્ણપણે મુક્ત થઈ જશો. Elon Musk X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તે વ્હાઇટ હાઉસમાં સિંક સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું, લેટ ધેટ સિંક ઇન. તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે વિધાનને સમજવું. તેવી જ રીતે, તેણે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ‘હવે ભવિષ્ય તરફ આગળ વધીએ.’

ખાસ નોંધપાત્ર છે કે, ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે એક ઈન્ટર્વ્યુમાં ઈલોન મસ્કે કહ્યું હતું કે જો કમલા હેરિસ જીતી જશે તો મારા માટે ઘણી મુશ્કેલીઓ પેદા થશે. મસ્કે કહ્યું હતું કે, ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારો મને જેલમાં મોકલી દેવાની, દેશમાંથી હાંકી કાઢવાની, મારી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દેવાની ધમકીઓ આપતા રહ્યા છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે 270ના જાદુઈ આંકને કર્યો પાર, જુઓ જીતેલા રાજ્યોની સંપૂર્ણ યાદી

Back to top button