અરબો ડૉલરની પ્રોપર્ટી; કરોડોની કાર! જાણો કેટલા અમિર છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ?
અમેરિકા, 6 નવેમ્બર : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં છે. ટ્રમ્પની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. જોકે 20 મિનિટ બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ ધરપકડ 2020 માં પ્રમુખની ચૂંટણીના પરિણામોને પલટાવવાના આરોપમાં કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આજે ટ્રમ્પ અઢી વર્ષ પછી ટ્વિટર એટલે કે X પર પાછા ફર્યા છે.
પોતાના એક્સ એકાઉન્ટ પર એક તસવીર શેર કરતા ટ્રમ્પે લખ્યું છે કે તેમણે આત્મસમર્પણ કર્યું નથી અને ન તો કરશે.
ફોર્બ્સ અનુસાર, 2023માં ડોનાલ્ડ ટ્રમ્પની કુલ સંપત્તિ 2.5 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે અને તેઓ વિશ્વના અબજોપતિઓની લિસ્ટમાં સામેલ છે.
પરંતુ એ નોંધનીય છે કે 2021 થી ટ્રમ્પની સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે અને તે $3.3 બિલિયનથી ઘટીને $2.5 બિલિયન પર આવી ગયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ઘણા વૈભવી બંગલા હોવા છતાં, તેમાંથી સૌથી ખાસ ફ્લોરિડામાં સ્થિત તેમનો માર-એ-લાગો બંગલો છે, જ્યાં તેઓ હાલમાં તેમની પત્ની સાથે રહે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ પાસે ટ્રમ્પ વર્લ્ડ ટાવર, ટ્રમ્પ પાર્ક એવન્યુ, ગોલ્ફ ક્લબ વગેરે જેવી ઘણી કિંમતી મિલકતો છે.
ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે રોલ્સ રોયસ સિલ્વર ક્લાઉડ, ફેન્ટમ, મર્સિડીઝ બેન્ઝ એસએલઆર મેકલેરેન, લેમ્બોર્ગિની ડાયબ્લો, ટેસ્લા રોડસ્ટર અને કેડિલેક એલેન્ટ જેવી કારોનું કલેક્શન છે. આ સિવાય તેમની પાસે 24 કેરેટ સોનાનું ચોપર પણ છે.
આ પણ વાંચો : જબલપુરમાં માખીની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેવી રીતે અને શું હતી ઘટના?