ગુડ ન્યૂઝ: સ્કોડાની સૌથી સસ્તી SUV થઈ લોન્ચ, ફીચર્સ જાણી ચાહકો છે ખુશ
નવી દિલ્હી, 6 નવેમ્બર, ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હલચલ મચાવતા, સ્કોડાએ તેની નવી કોમ્પેક્ટ SUV Kylaq લોન્ચ કરી છે. સ્કોડા ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં ઘણી આકર્ષક લાગી રહી છે. પ્રથમ વખત સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેની એન્ટ્રીની જાહેરાત કરી છે. આ SUVની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ SUVની શરૂઆતી કિંમત 7.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. માત્ર ₹7.89 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લૉન્ચ કરવામાં આવેલી આ SUV માત્ર ડિઝાઇનની દ્રષ્ટિએ જ નહીં પણ સલામતીની દ્રષ્ટિએ પણ અદ્ભુત છે.
#SkodaKylaq, the company’s first-ever sub-4m SUV in India, revealed at an accessible starting price of ₹7,89,000* to democratise European technology with the best-in-class interior space, and class-leading safety and dynamics.
Bookings open on 2nd December.#SkodaIndiaNewEra pic.twitter.com/5WJQe4oH9E
— Škoda India (@SkodaIndia) November 6, 2024
સ્કોડાએ આખરે તેની Kylaq કોમ્પેક્ટ SUVનું અનાવરણ કર્યું છે. તેને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ SUV માત્ર 10.5 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે, જે તેને સેગમેન્ટમાં સૌથી ઝડપી કોમ્પેક્ટ SUV બનાવે છે. નવી Skoda Kylakનો લુક કોઈ પ્રીમિયમ SUVથી ઓછો નથી. આ SUV સ્કોડાની ફેમસ કુશક જેવી જ લાગે છે, પરંતુ તેને પહેલા કરતા વધુ કોમ્પેક્ટ અને ચપળ ડિઝાઇનમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં 17 ઇંચના એલોય વ્હીલ્સ, બોલ્ડ ફ્રન્ટ અને સ્ટાઇલિશ રિયર પાર્ટ્સ છે, જે તેને રોડ પર સારી હાજરી આપે છે. નવી Skoda Kylaqના હરીફોમાં Hyundai Venue, Kia Sonet, Mahindra XUV 3XO, Maruti Suzuki Swift, Maruti Brezza અને Toyota Taserનો સમાવેશ થાય છે.
જાણો ફીચર્સ વિશે ?
Skoda Kylak માં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. છ એરબેગ્સ સાથે, આ SUV એબીએસ, EBD, ટ્રેક્શન કંટ્રોલ પ્રોગ્રામ, ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ્સ, હેડરેસ્ટ્સ અને તમામ વેરિઅન્ટ્સમાં ત્રણ-પોઈન્ટ સીટબેલ્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. તેને પસંદ કરવાનો અર્થ છે સુરક્ષા સાથે સમાધાન ન કરવું. નવી Skoda Kylakમાં 1.0 લિટર TSI પેટ્રોલ એન્જિન છે, જે 114bhpનો પાવર અને 178Nmનો ટોર્ક આપે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પોમાં આવે છે. આનાથી માત્ર સરળ ડ્રાઇવિંગનો અનુભવ જ નહીં મળે, પરંતુ માઇલેજ પણ બહેતર હોવાની શક્યતા છે, જે ભારતીય ગ્રાહકો માટે પ્રાથમિકતા છે.
સ્કોડાની આ નવી ઓફરે તે બધા ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે જેઓ ઓછા બજેટમાં સ્ટાઇલિશ અને સલામત SUV ઇચ્છે છે. પનીએ સનરૂફ (સિંગલ-પેન), કીલેસ એન્ટ્રી, વાયરલેસ ફોન ચાર્જર, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ફ્રન્ટ સીટ વેન્ટિલેશન અને લેધરેટ અપહોલ્સ્ટરી જેવી સુવિધાઓ પ્રદાન કરી છે. જો કે, Kylaq પણ તેના હરીફો કરતાં એક પગલું આગળ હોવાનું જણાય છે. તેમાં માત્ર ડ્રાઈવર માટે જ નહીં પરંતુ આગળના પેસેન્જર માટે પણ પાવર્ડ સીટ એડજસ્ટમેન્ટની સુવિધા છે. એકંદરે, કંપની દ્વારા પ્રાઇસ સેગમેન્ટની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેબિન ડિઝાઇન કરવામાં આવી છે. તેના બધા દરવાજા પર બોટલધારકો, એક વિશાળ ગ્લોવબોક્સ અને કપહોલ્ડર્સ છે. કેન્દ્રમાં આગળની બે સીટ વચ્ચે આર્મરેસ્ટની સુવિધા પણ આપવામાં આવી છે.
કોમ્પેક્ટ SUV નવી Skoda Kylaq 3.95 મીટર લાંબી છે. તેનું વ્હીલબેઝ 2.56 મીટર છે. આ સિવાય તેમાં 189 મી.મી. ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે. બૂટ સ્પેસની વાત કરીએ તો, તે 446 લિટર છે, જેને સીટો ઘટાડીને 1,265 લિટર સુધી વધારી શકાય છે.
આ પણ વાંચો…Flipkart Sale: સ્માર્ટફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો તમામ વિગતો