ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

અમેરિકામાં કેટલા ભારતીય અમેરિકન સાંસદ ચૂંટાયા? ભારતીય અમેરિકી મતદારોનું વલણ કેવું રહ્યું?

Text To Speech

વૉશિંગ્ટન ડીસી, 6 નવેમ્બર, 2024: અમેરિકાના ઇતિહાસની સૌથી ચર્ચિત ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં છે. છેલ્લા અહેવાલ અનુસાર રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા છે. જોકે, અમેરિકામાં રહેલા ભારતીય સમુદાયના લોકો તેમજ ભારતના નાગરિકોને એ જાણવામાં રસ છે કે આ ચૂંટણીમાં ભારતીય મૂળના કેટલા અમેરિકી સાંસદો ચૂંટાયા? એ ઉપરાંત ભારતીય અમેરિકી મતદારોનું વલણ કેવું રહ્યું?

અહેવાલો મુજબ, 2024ની પ્રમુખપદની ચૂંટણીમાં બે કારણથી ભારતીય અમેરિકી મતદારો સૌથી વધુ ફોકસમાં રહ્યા. એક તો, ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદનાં ઉમેદવાર કમલા હેરીસ, જે પોતે ભારતીય મૂળનાં આફ્રિકન-અમેરિકી નાગરિક છે. તેથી ભારતીય મૂળના મતદારો તેમને મત આપશે એવું પહેલેથી માનવામાં આવતું હતું. જ્યારે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં બે નિવેદનો કરીને ભારતીય મૂળના ખાસ કરીને હિન્દુ મતદારોનો વિશ્વાસ જીતી લીધો હોવાનું ધારવામાં આવે છે. ટ્રમ્પે બાંગ્લાદેશમાં તેમજ કેનેડામાં હિન્દુઓ ઉપર થયેલા હુમલા અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી જે કારણે અમેરિકાસ્થિત ભારતીય હિન્દુ મતદારો તેમનાથી પ્રભાવિત થઈ ગયા હતા.

જોકે, આ બધા વચ્ચે ભારતીય મૂળના છ રાજકારણીઓ આ વખતે અમેરિકી કોંગ્રેસમાં (સંસદ) જીત્યા છે. આ છ નેતા છે- સુહાસ સુબ્રમણ્યમ (વર્જિનિયા), અમી બેરા (કેલિફોર્નિયા), રાજા કૃષ્ણમૂર્તિ (ઈલિનોઈ), રો ખન્ના (કેલિફોર્નિયા), પ્રમિલા જયપાલ (વૉશિંગ્ટન) તથા થાનેદાર (મિશિગન).

વર્તમાન કોંગ્રેસ (અમેરિકી સંસદ)માં ભારતીય મૂળના સાંસદોની સંખ્યા પાંચ હતી. અને સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ પાંચેય સાંસદ ફરીથી ચૂંટાઈ આવ્યાં છે. આ વખતે વધુ એક સાંસદ ચૂંટાતા, ભારતીય મૂળના સાંસદોની સંખ્યા છ થઈ છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીત બાદ સૌપ્રથમ PM મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો શું કહ્યું?

Back to top button