ટ્રેન્ડિંગધર્મ

કોઈ વ્યક્તિ પાસેથી આ વસ્તુઓ કદી ઉધાર ન લેવી, આવી શકે છે આર્થિક સંકટ

Text To Speech
  • દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં પોતાના પરિચિતો પાસેથી કંઈક ને કંઈક ઉધાર લે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ઉધાર લેવાનું ટાળવું જોઈએ

HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર આપણા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત અજાણતા આપણે એવી વસ્તુઓ ઉછીની કે ઉધાર લઈએ છીએ, જે આપણી બરબાદીનું કારણ પણ બની શકે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં પોતાના પરિચિતો પાસેથી કંઈક ને કંઈક ઉધાર લે છે, પરંતુ અહીં કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે ઉધાર લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

મીઠું

મીઠું દરેક ઘરમાં જરૂરી છે. મીઠા વિના ખોરાકના સ્વાદની કલ્પના કરવી મુશ્કેલ છે. ઘણી વખત આપણે ભૂલથી આપણા પડોશમાંથી મીઠું ઉધાર લઈએ છીએ, જે આપણે ન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ઉધાર લેવાથી તમે તે વ્યક્તિના ઋણી બની જાવ છો.

કોઈ વ્યક્તિ પાસેથી આ વસ્તુઓ કદી ઉધાર ન લેવી, આવી શકે છે આર્થિક સંકટ hum dekhenge news

સાવરણી

સાવરણી એક એવી વસ્તુ છે જેની જરૂર દરેક ઘરમાંસવાર સાંજ પડતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ બજાર અથવા પરિચિત વ્યક્તિ પાસેથી સાવરણી ઉધાર ન લેવી જોઈએ. સનાતન ધર્મમાં સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે, એવું કહેવાય છે કે જો તમે સફાઈ માટે સાવરણી ઉધાર લો છો તો તે આર્થિક સંકટ લાવે છે.

હાથરૂમાલ

જ્યોતિષશાસ્ત્રમાં રૂમાલને વ્યક્તિની જવાબદારી સાથે સાંકળીને જોવામાં આવે છે. કહેવાય છે કે ઓળખીતા કે સંબંધી પાસેથી ક્યારેય રૂમાલ ઉછીનો ન લેવો જોઈએ, નહીંતર સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. આ કડવાશ કોઈ લાંબા અને કારણવગરના ઝઘડાની શરૂઆત હોઈ શકે છે.

વોચ

ઘડિયાળને સમયના પ્રતીક તરીકે જોવામાં આવે છે. વાસ્તુ અનુસાર તૂટેલી કે બંધ પડી ગયેલી ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઈએ. આ સિવાય ઘડિયાળ કોઈ બીજા પાસેથી ઉધાર લેવી અથવા કોઈની ઘડિયાળ ઘરમાં રાખવી પણ મોટી ભૂલ બની શકે છે. ઉધાર લીધેલી ઘડિયાળ તમારા માટે ખરાબ સમયની શરૂઆત હોઈ શકે છે.

સૌભાગ્યનો સામાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્નની વસ્તુઓ કે સૌભાગ્યનો સામાન ક્યારેય ઉધાર ન લેવો જોઈએ. તે પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ લાવી શકે છે. તે પરેશાનીનું કારણ બને છે.

આ પણ વાંચોઃ ગોપાષ્ટમી ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ

Back to top button