ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

US ચૂંટણી પરિણામ: ડોનાલ્ડ ટ્રમ્પ બનશે 47મા પ્રમુખ, રિપબ્લિકન પાર્ટીએ 270નો આંકડો પાર કર્યો

  • આગામી ચાર વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર લાગી મહોર

વોશિંગ્ટન DC, 6 નવેમ્બર: અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ જીત્યા છે. જેથી હવે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રમુખ બનશે. ઉલ્લેખનીય છે કે,  વિશ્વની આ સૌથી જટિલ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ બનવા માટે બહુમતનો આંકડો 270નો છે. જેને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ પાર કરી લીધો છે. જેથી ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં જો બાઈડનનું સ્થાન લેશે.  આગામી ચાર વર્ષ સુધી અમેરિકા પર કોણ શાસન કરશે એટલે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે તેના પર ઘણી બધી અટકળો લગાવવામાં આવી હતી, પરંતુ આ અટકળોનો હવે અંત આવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર મહોર લાગી છે.

 

નિર્ણાયક રહ્યા સ્વિંગ સ્ટેટ્સ

અમેરિકામાં સાત સ્વિંગ સ્ટેટ્સ રહેલા છે. જેમાં પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને ઉત્તર કેરોલિનાનો સમાવેશ થાય છે. જ્યોર્જિયા એક સ્વિંગ સ્ટેટ છે જેણે આ વખતે ટ્રમ્પને સમર્થન આપ્યું છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. અહીં 16 ઈલેક્ટોરલ વોટ ટ્રમ્પના ખાતામાં ગયા છે. અહીં ડોનાલ્ડ ટ્રમ્પને 51 ટકા અને કમલા હેરિસને 48 ટકા વોટ મળ્યા છે. જો બાઈડન અહીં છેલ્લી ચૂંટણી જીત્યા હતા. જેનો અર્થ એ થયો કે આ વખતે રિપબ્લિકન્સે આ સ્ટેટ ડેમોક્રેટ્સ પાસેથી છીનવી લીધું છે. નોર્થ કેરોલિનામાં પણ ટ્રમ્પની પાર્ટીની જીત થઈ છે.

છેલ્લી ચૂંટણીની શું હતી સ્થિતિ?

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં બે પક્ષો જેવા કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે સ્પર્ધા ચાલે છે, હાલમાં જો બાઈડનની સરકાર ચાલી રહી છે. 2020માં ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી જીત્યા બાદ તેઓ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા. બાઈડનને 306 ઈલેક્ટોરલ વોટ અને ટ્રમ્પને 232 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં 2020ની હાર સ્વીકારી ન હતી. પરંતુ બાદમાં કોર્ટે તેમના તમામ આરોપોને ફગાવી દીધા હતા. અગાઉ 2016માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા ત્યારે તેમને 304 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા અને તત્કાલીન ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને 227 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા.

આ પણ જૂઓ: ચૂંટણીના પરિણામો આવતા પહેલા કંગના રનૌતે શેર કરી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર, આપ્યું આ નિવેદન

Back to top button