ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, પડશે હાડ થીજાવતી ઠંડી

Text To Speech
  • આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થશે
  • ઠંડીમાં ધીમી ગતિએ વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ
  • ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે

ભારત દેશનાં વિવિધ રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ઠંડીમાં ધીમી ગતિએ વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી ધીમે ધીમે વધશે.

આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થશે

ઉલ્લેખનીય છે કે આગામી 4થી 5 દિવસમાં તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો ઘટાડો થશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડી શકે છે. તથા નવેમ્બર મહિનાની શરૂઆતથી જ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ધીમે ધીમે ઠંડી વધશે. જ્યારે, મહત્તમ તાપમાન નોર્મલ કરતા થોડું નીચું રહેવાની સંભાવના છે. ઉપરાંત, ઉત્તર ભારતનાં પ્રદેશોમાં બરફ વર્ષાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળી શકે છે.

19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે

અલનીનોની અસરને આ વખતે શિયાળો મોડો શરૂ થયો હોય તેવો અનુભવ રહેશે. જેના કારણે કારણે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે.

Back to top button