ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video : આણંદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નિર્માણાધીન પૂલ ધરાશાયી, 3 શ્રમિકો દટાયા

Text To Speech

આણંદ, 5 નવેમ્બર : આણંદ જિલ્લામાં સોમવારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. અહીંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થવાને કારણે ત્રણેક કામદારો કાટમાળ નીચે દટાયા હતા. જે પૈકી એકનું મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.

અકસ્માતની જાણ થતાં જ આણંદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં એક મજૂરને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.

આ દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન આ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ અકસ્માત અંગે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આણંદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર કોંક્રીટના બ્લોક્સ પડ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આણંદ પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. અમારી ટીમ બચાવ કામગીરી પર નજર રાખી રહી છે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે સોમવારે સાંજે મહિ નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર ત્રણ કામદારો કોંક્રિટ બ્લોક વચ્ચે ફસાયા હતા. ક્રેન અને ખોદકામ મશીનોની મદદથી રાહત કાર્ય ચાલી રહ્યું છે. એક મજૂરને બચાવી લેવામાં આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહાદુર પોલીસ અધિકારી જે.એમ. પઠાણને પાઠવી શ્રદ્ધાંજલિ

Back to top button