ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બહાદુર પોલીસ અધિકારી જે.એમ. પઠાણને પાઠવી શ્રદ્ધાંજલિ

Text To Speech
  • રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દુઃખના આ સમયમાં સ્વ.જે.એમ.પઠાણના પરિવારની સાથે છે

સુરેન્દ્રનગર, 5 નવેમ્બર, ગુજરાત રાજ્યને ‘ડ્રાઈ સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં દારૂબંધી છે, પરંતુ દારૂના વેપાર અને બુટલેગરોના કારણે રાજ્યમાં એક મોટી ઘટના સર્જાઇ છે. આ દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. અવસાન પામનાર અધિકારીના પરિવારજનોને સાંત્વના પાઠવતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, દુઃખના આ સમયમાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ તેમની સાથે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર કઠાળા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા માટે વોચ પર હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI જે.એમ.પઠાણને એક ટ્રેલર ચાલકે અડફેટે લઈ લીધા હતા. આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા પઠાણને તાત્કાલિક એસ.એમ.સીની ટીમો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને જીવ ગુમાવ્યો હતો. ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. આ અકસ્માતમાં દુઃખદ અવસાન પામનાર પઠાણના પરિવારમાં માતા- પિતા, પત્ની અને ૧૪ વર્ષીય દીકરી તથા ૭ વર્ષીય દીકરો એમ બે નાના સંતાનો છે. અવસાન પામેલા અધિકારીના પરિવારજનો પ્રત્યે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.

આ પણ વાંચો…ગુજરાત: વિરમગામ પાસે SMCના PSI પર બુટલેગરે ગાડી ચડાવી દેતા મૃત્યુ

Back to top button