ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ગર્વની ક્ષણઃ IFFI ભારતીય સિનેમાના ચાર મહાન કલાકારોની શતાબ્દી ઉજવશે

  • આ વર્ષે IFFI રાજ કપૂર, તપન સિંહા, અક્કીનેની નાગેશ્વર રાવ અને મોહમ્મદ રફીના કાર્યોને જીવંત કરશે અને તેમના અસાધારણ વારસાને શ્રદ્ધાંજલિ આપશે

5 નવેમ્બર, મુંબઈઃ 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ચાર સિનેમેટિક લિજેન્ડ્સનું સન્માન કરવા જઇ રહ્યું છે, જેમણે ભારતીય સિનેમાનાં અનેક પાસાંઓને આકાર આપ્યો છે. IFFI આ વર્ષે રાજ કપૂર, તપન સિંહા, અક્કીનેની નાગેશ્વર રાવ (એએનઆર) અને મોહમ્મદ રફીના અસાધારણ વારસાને શ્રેણીબદ્ધ શ્રદ્ધાંજલિ, સ્ક્રીનિંગ અને ઈન્ટરેક્ટિવ ઈવેન્ટ્સ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સિનેમાની દુનિયામાં આ સુપ્રસિદ્ધ ફિલ્મ હસ્તીઓના યોગદાનને નજીકથી જોવાનો લહાવો અનેક લોકોને મળી શકશે.

ગર્વની ક્ષણઃ IFFI ભારતીય સિનેમાના ચાર મહાન કલાકારોની શતાબ્દી ઉજવશે hum dekhenge news

NFDC-NFAI દ્વારા ફિલ્મોની ભવ્યતાનો અનુભવ કરાવાશે

આ આઈકોન્સને વિશેષ શ્રદ્ધાંજલિ સ્વરૂપે IFFI એનએફડીસી-એનએફએઆઈ દ્વારા રિસ્ટોર કરવામાં આવેલી તેમની ક્લાસિક ફિલ્મોની આવૃત્તિઓ પ્રસ્તુત કરશે, જે દર્શકોને ભારતીય સિનેમાની કેટલીક સૌથી પ્રખ્યાત ફિલ્મોનો સમૃદ્ધ અનુભવ પણ આપશે. રિસ્ટોર કરાયેલી પ્રિન્ટ્સ પ્રેક્ષકોને આ ફિલ્મોની ભવ્યતા અને કલાત્મકતાનો અનુભવ કરાવશે.

રાજ કપૂરની આવારાને ડિજિટલી રિસ્ટોર સ્વરૂપમાં પ્રદર્શિત કરવામાં આવશે જે સામાન્ય માણસની યાત્રામાં કપૂરની હૂંફ, રમૂજ અને સહાનુભૂતિને પુનર્જીવિત કરે છે. આ રિસ્ટોરેશન કપૂરના ભારતીય સિનેમામાં અપ્રતિમ યોગદાન અને ઉંડાણ તેમજ કરુણા સાથે સામાજિક મુદ્દાઓને રજૂ કરવાની તેમની કલાત્મક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

તપન સિંહા દ્વારા નિર્દેશિત ક્લાસિક હાર્મોનિયમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેમાં દર્શકોને સિંહાની જટિલ વાર્તાને સમજવાનું ફરી આમંત્રણ આપવામાં આવશે. તેમના આકર્ષક વિષયો અને વર્ણનાત્મક ઊંડાણ માટે જાણીતા સિંહા કલાત્મક વારસા અને સિનેમેટિક વિઝનનું ઉદાહરણ પૂરું પાડે છે.

ગર્વની ક્ષણઃ IFFI ભારતીય સિનેમાના ચાર મહાન કલાકારોની શતાબ્દી ઉજવશે hum dekhenge news

IFFIના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવા માટે રિસ્ટોર ફિલ્મ દેવદાસુ છે, જે એક સીમાચિહ્નરૂપ ફિલ્મ છે, જેણે સિનેમેટિક ઈતિહાસમાં અક્કીનેની નાગેશ્વર રાવ (એએનઆર)ના સ્થાનને મજબૂત બનાવ્યું છે. એએનઆર દેવદાસુના ગહન ચિત્રણને વિસ્તૃત કરે છે, જે સમકાલીન પ્રેક્ષકોને ભારતીય સાંસ્કૃતિક ઓળખ સાથે ઊંડાણથી અને તેમના ભાવનાત્મક અભિનય સાથે જોડશે.

છેલ્લે ક્લાસિક હમ દોનોને તેના વિસ્તૃત ઓડિયો અને વિઝ્યુઅલ રિસ્ટોરેશનમાં દર્શાવવામાં આવશે. સુપ્રસિદ્ધ મોહમ્મદ રફી દ્વારા અમર થઈ ગયેલા ગીતો સાથે, આ આવૃતિ ભારતીય સંગીત અને સિનેમામાં રફીના અપવાદરૂપ યોગદાનની ઉજવણી કરે છે. તમામ પેઢીઓ તેમના અવાજના જાદુને આજે પણ માણે છે.

સિનેમેટિક સફરનું અદ્ભૂત પ્રદર્શન

પુન:સ્થાપિત ક્લાસિક્સના સ્ક્રિનિંગ ઉપરાંત, આઈએફએફઆઈ આ ચાર લિજેન્ડ્સના વારસાની ઉજવણી ફેસ્ટિવલ દ્વારા કરશે. ઉદઘાટન સમારંભમાં આ લિજેન્ડ્સના જીવન અને સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ આપતું અદભૂત પ્રદર્શન કરવામાં આવશે, જેમાં એક ઓડિયોવિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપવામાં આવશે, જે તેમની સિનેમેટિક સફરને જીવંત બનાવશે.

પેનલ ડિસ્કશન અને ઈન-કન્વર્ઝન સેશન્સ

આદરણીય મહેમાનો અને પરિવારના સભ્યો સાથે ઊંડાણપૂર્વકની ચર્ચાઓ અને વાતચીતના સત્રો તેમના જીવનની અનન્ય સમજ પૂરી પાડશે. આ વાતચીતો ફિલ્મ ઉદ્યોગ પરના તેમના કામની વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને અસરોને પ્રકાશિત કરશે. આ ચાર મહાનુભાવોને સમર્પિત વિશિષ્ટ માય સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિ અને સિનેમા પર તેમણે છોડેલી છાપનું પ્રતીક છે.

ગર્વની ક્ષણઃ IFFI ભારતીય સિનેમાના ચાર મહાન કલાકારોની શતાબ્દી ઉજવશે hum dekhenge news

કારવાં ઓફ સોંગ્સ

રાજ કપૂર અને મોહમ્મદ રફી સાથે સંકળાયેલા 150 ગીતો દર્શાવતી એક મ્યુઝિકલ જર્ની અને તપન સિંહા અને એએનઆર સાથે સંકળાયેલા 75 ગીતો, આ લિજેન્ડ્સના સંગીત પ્રદાનમાં દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે, જે ભારતીય સિનેમાના સાઉન્ડટ્રેક પર તેમની અસરને ઊંડાણપૂર્વક દર્શાવશે.

ક્યુરેટેડ એક્ઝિબિશન

રાજ કપૂર, તપન સિંહા, એએનઆર અને મોહમ્મદ રફીના જીવનની દુર્લભ સ્મૃતિચિહ્નો, ફોટોગ્રાફ્સ અને કલાકૃતિઓ દર્શાવતું એક ક્યુરેટેડ એક્ઝિબિશન પ્રેક્ષકોને તેમના નોંધપાત્ર યોગદાન સાથેનું જોડાણ કરાવશે. દરેક વ્યક્તિત્વને સમગ્ર એન્ટરટેઇનમેન્ટ એરેનામાં થિમેટિક એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે. આમાં ઇમર્સિવ પ્રવૃત્તિઓ, ડિજિટલ ડિસ્પ્લે, આકર્ષક ક્વિઝ વગેરેનો સમાવેશ કરવામાં આવશે, જેથી પ્રેક્ષકોને આ લિજેન્ડ્સ સાથે જોડાયેલા રાખી શકાય અને તેમને તેમના શાશ્વત વારસા વિશે જાગૃત કરી શકાય.

આ પણ વાંચોઃ કોણ છે અમન દેવગન જે ‘આઝાદ’ ફિલ્મથી કરશે ડેબ્યૂ? અજય દેવગન સાથે લોહીનો સંબંધ

Back to top button