ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની માટે ભારતે ભર્યું પગલું, IOAએ IOCને સોંપ્યો પત્ર

Text To Speech

નવી દિલ્હી, 5 નવેમ્બર: ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક ગેમ્સની યજમાનીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા માટે ભારત સરકારે એક પગલું આગળ વધાર્યું છે. રિપોર્ટમાંથી મળતી માહિતી મુજબ, ભારતીય ઓલિમ્પિક સંઘે ઔપચારિક રીતે 1 ઓક્ટોબર, 2024ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલ્યો છે. લેટર ઓફ ઇન્ટેન્ટ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ભાવિ યજમાન આયોગને મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માંગે છે.

ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ આયોજનના સંકેત

2014માં પીએમ પદ સંભાળ્યું ત્યારથી, નરેન્દ્ર મોદી હંમેશા સંકેત આપતા રહ્યા છે કે, તેઓ ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માંગે છે. 78માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2036માં ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન દરેક ભારતીયનું સપનું છે અને અમે તે દિશામાં પ્રયાસો પણ કરી રહ્યા છીએ. 2023માં ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે તમે ટૂંક સમયમાં ભારતમાં પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થતું જોશો. અમે 2036માં ઓલિમ્પિકના આયોજન માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

સરકારના ઉચ્ચ સ્તરીય સૂત્રો મુજબ, ઓલિમ્પિકનું આયોજન એ એક મોટી તક હશે જેનો ભારતને ઘણો ફાયદો થશે. તેનાથી આર્થિક ક્ષેત્રે પ્રગતિને નવી દિશા મળશે, રોજગારી વધશે, સમાજ પણ પ્રગતિ કરશે અને યુવાનોના સશક્તિકરણને નવો આયામ મળશે.

આ પણ જૂઓ: કોહલીની રમત ખરાબ નથી, આ દિગજ્જ ખેલાડીએ જણાવ્યું કેમ વિરાટ થાય છે ફેલ?

Back to top button