ટ્રેન્ડિંગધર્મ

ગોપાષ્ટમી ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ

Text To Speech
  • સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ પણ ગાયોને ખૂબ પ્રેમ કરતા હતા આ કારણે ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે

HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ગોપાષ્ટમી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ખૂબ પ્રેમ કરતા હતા. તે ગાયોની સેવા પણ કરતા હતા અને તેમની સાથે રમતા પણ હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણએ કારતક શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ગૌચારણની શરૂઆત કરી હતી. એવું માનવામાં આવે છે કે ગોપાષ્ટમીના દિવસે ગાયની પૂજા અને સેવા કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનમાં પણ વધારો થાય છે. ચાલો જાણીએ ગોપાષ્ટમી ક્યારે છે. તેનો શુભ સમય અને પૂજા વિધિ શું છે?

નવેમ્બરમાં ગોપાષ્ટમી ક્યારે છે?

કેલેન્ડર અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષ અષ્ટમી 08 નવેમ્બરે રાત્રે 11:56 વાગ્યે શરૂ થશે, જે 9 નવેમ્બરે રાત્રે 10:45 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ મુજબ 9 નવેમ્બરે ગોપાષ્ટમી પૂજન કરવામાં આવશે.

ગોપાષ્ટમી ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ

ગોપાષ્ટમી પૂજાનો સમય

  • બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:54 થી 05:47
  • પ્રાતઃ સંધ્યા- સવારે 05:20થી 06:39
  • અભિજિત મુહૂર્ત- સવારે 11:43થી બપોરે 12:26
  • વિજય મુહૂર્ત- બપોરે 1:53 થી 02:37
  • સંધિકાળ મુહૂર્ત- સાંજે 05:30 થી 05:57
  • સાંઘ્ય સંધ્યા- સાંજે 05:30 થી 06:49 સુધી
  • નિશિતા મુહૂર્ત- રાતે 11:39 થી સવારે 12:31 (10 નવેમ્બર)
  • સર્વાર્થ સિદ્ધિ યોગ- સવારે 06:39થી બપોરે 11:47

ગોપાષ્ટમી પૂજા વિધિ

  • સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો
  • ભગવાન શ્રીકૃષ્ણનો જળાભિષેક કરો
  • વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરો
  • ગૌમાતા અને વાછરડાને સ્નાન કરાવો અને શણગાર કરો.
  • ગૌમાતાનો ગંગા જળથી અભિષેક કરો
  • વસ્ત્રો પહેરાવો અને ચંદનનું તિલક લગાવો
  • ફૂલોના માળા પહેરાવો
  • ગાય માતાની આરતી કરો
  • ગાયને ગોળ, થૂલૂ, ફળો, મીઠાઈઓ અને લીલું ઘાસ ખવડાવો.
  • પગ સ્પર્શ કરીને પ્રણામ કરો.
  • અંતમાં ક્ષમા પ્રાર્થના કરો

આ પણ વાંચોઃ દેવઉઠી એકાદશી ક્યારે? કેમ કહેવાય છે ખાસ? જાણો શુભ સમય

Back to top button