ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Wikipediaને સરકારે મોકલી નોટિસ, ખોટી માહિતી આપવા સાથે સંબંધિત મામલો

Text To Speech
  • નોટિસમાં છેલ્લા મહિનામાં તેમની સામે થયેલી ફરિયાદો અને પક્ષપાત જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો

નવી દિલ્હી, 5 નવેમ્બર: ભારત સરકારે આજે મંગળવારે Wikipediaને નોટિસ પાઠવી છે. આ મામલો ખોટી માહિતી આપવા અને પક્ષપાત સાથે સંબંધિત છે. આ નોટિસમાં છેલ્લા મહિનામાં તેમની સામે થયેલી ફરિયાદો અને પક્ષપાત જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જણાવે છે કે, શા માટે Wikipediaને મધ્યસ્થને બદલે પ્રકાશક તરીકે ન ગણવું જોઈએ. થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ સમાચાર એજન્સી ANIના Wikipedia પેજને ખોટી રીતે એડિટ કરવા બદલ પ્લેટફોર્મને ઠપકો આપ્યો હતો. કોઈપણ વ્યક્તિ Wikipedia પર કોઈપણ વ્યક્તિ વિશેની માહિતીમાં ફેરફાર કરી શકે છે.

કોર્ટે શું કહ્યું?

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, “જો કોઈને ભારત પસંદ નથી તો તે દેશ છોડી શકે છે. જો કોઈના Wikipedia પેજને ખોટી રીતે એડિટ કરવામાં આવે છે અને કંપની તેને સપોર્ટ કરે છે તો તે સંપૂર્ણપણે ખોટું છે.” જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે, “જો તેઓ ખુદને મધ્યસ્થ કહે છે, તો તેમાં તમને શું સમસ્યા થઈ રહી છે. જો કંઈક ખોટું એડિટ કરવામાં આવ્યું હોય તો Wikipediaએ તેની સાથે બિલકુલ ઊભા રહેવું જોઈએ નહીં.”

શું છે સમગ્ર મામલો?

આ વિવાદનું મૂળ ત્યારે મળ્યું જ્યારે કોઈએ ANIના વિકિપીડિયા પેજને એડિટ કરીને લખ્યું કે, તે સરકારનું પ્રચાર સાધન છે. આ સાથે, Wikipedia પેજ પર ઘણી વસ્તુઓ ખોટી રીતે એડિટ કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, જેઓએ ANIના વિકિપીડિયા પેજને ખોટી રીતે એડિટ કર્યું છે. તેમના નામ જાહેર કરવા જોઈએ. Wikipediaએ આમ કરવાનો ઇનકાર કર્યો હતો.

Wikipedia ક્યારે શરૂ થયું?

Wikipediaની શરૂઆત વર્ષ 2001માં થઈ હતી. તેની શરૂઆત કરનાર વ્યક્તિ જીમી વેલ્સ, લેરી સેંગર હતા. તે વર્ષ 2003માં હિન્દીમાં પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, દર મહિને 1.7 અબજ યુઝર્સ માહિતી માટે Wikipediaનો ઉપયોગ કરે છે. આ યુઝર્સને કન્ટેન્ટ એડિટ કરવાની સુવિધા પણ આપે છે, જેના કારણે ઘણી વખત લોકો અહીં ખોટી વસ્તુઓ એડિટ કરે છે.

આ પણ જૂઓ: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : UP મદરેસા એક્ટને બંધારણીય જાહેર કર્યો

Back to top button