ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વિરમગામ પાસે SMCના PSI પર બુટલેગરે ગાડી ચડાવી દેતા મૃત્યુ

Text To Speech
  • પોલીસ કર્મચારીનું મોત થતા પરિવારમાં શોકને માહોલ છવાયો
  • વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લવાયો
  • દસાડા પાટડીના કઠાડા ગામ પાસે આ ઘટના બની

ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. જેમાં પોલીસ 24 કલાક બુટલેગરો પર વોચ રાખી રહી છે અને ઘણા કિસ્સામાં બુટલેગરોને વિદેશી દારૂ સાથે દબોચી લેવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં જાણો બુટલેગરોને પોલીસનો કોઇ ડર નથી તેવું લાગી રહ્યું છે જેમાં એક પોલીસ કર્મચારી બુટલેગરને પકડવા જતા મોતને ભેટ્યા છે.

પોલીસ કર્મચારીનું મોત થતા પરિવારમાં શોકને માહોલ છવાયો

રાજ્યમાં બુટલેગરોને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ વારંવાર પોલીસ પર પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હવે તો હદ થઇ છે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ નજીક બુટલેગરનો પીછો કરતા અકસ્માતમાં PSIનું મોત થયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીના કઠાડા ગામ પાસે આ ઘટના બની છે. ત્યારે પોલીસ કર્મચારીનું મોત થતા પરિવારમાં શોકને માહોલ છવાયો છે.

વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લવાયો

બુટલેગરને પકડવા જતા કારનો અકસ્માત થયો હતો તેમાં SMCના PSI જે.એમ.પઠાણનું મોત થયું છે. જેમાં વિરમગામ સરકારી હોસ્પિટલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લવાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જાહીદખાન મુનસફખાન પઠાણ કાર સાથે બુટલેગરનો પીછો કરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. જેમાં પોલીસ કર્મચારીના ફરજ દરમિયાન મોતથી પોલીસબેડામાં પણ શોકને માહોલ છે.

આ પણ વાંચો: ગુજરાતના જાફરાબાદમાં સિંહણનો આતંક, 7 વર્ષની બાળકીનો કર્યો શિકાર 

Back to top button