ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ: શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધા કરાઇ

Text To Speech
  • 500થી વધુ સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે
  • ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા
  • શ્રી ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્કિંગ, ભોજનાલય સહિતની સુવિધાઓ કરાઇ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી છે. જેમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા

દિવાળીનો તહેવાર અને નવા વર્ષે અનેક લોકો રાજ્ય સહિત દેશભરમાં વેકેશન માણવા જાય છે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ ગુજરાતમાં આવેલા પ્રખ્યાત મંદિરે જઈને દેવ દર્શન કરે છે. આ દરમિયાન પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો માતાના દર્શન કરવા ઉમટ્યાં છે. તેમાં ભક્તોએ માતાને શિશ ઝૂકાવી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. જ્યારે ખોડલધામ મંદિર ખાતે આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાને રાખીને ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી જવા માટે નિઃશુલ્ક ઈ-રિક્ષા અને વ્હીલચેરની સુવિધા કરી છે.

500થી વધુ સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે

ખોડલધામના પૂજારીએ કહ્યું કે, જો લોકો ચાલી શક્તા નથી તેમની માટે એક્સેલેટર સીડીની પણ વ્યવસ્થા કરાઈ છે. રોજ માતાજીને ધજા ચડાવવામા આવે છે, આ સાથે યજ્ઞ કરવો અને માતાજીને વાધા અર્પણ કરવામાં આવે છે. પાર્કિંગ, ભોજનાલય, મંદિર પરિસર સહિતની જગ્યાએ નિરક્ષણ માટે 500થી વધુ સ્વયંસેવકો દ્વારા દર્શનાર્થીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો: સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન

Back to top button