સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન
- દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો આવશે
- વીરપુરમાં ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે
- વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન
રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આગામી આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને શણગારવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે.
વીરપુરમાં ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે
વીરપુરમાં ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે. જેમા 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે. જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો આવશે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન
આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ આગામી આઠમી નવેમ્બર, કારતક સુદ સાતમના દિવસે સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાશે.
આ પણ વાંચો: અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર