આ છે એ ટોચના 20 આતંકી જે કેનેડામાં બેસી ISIના ઈશારે ભારતને અસ્થિર કરવા માગે છે
- કેનેડામાં એવા ટોચના 20 આતંકી સંતાયેલા છે જે કોઈપણ રીતે ભારતને અસ્થિર કરવા માગે છે
નવી દિલ્હી/ઓટાવા, 4 નવેમ્બર, 2024: રવિવારે કેનેડાના બ્રમ્પટનસ્થિત મંદિરમાં દિવાળી નિમિત્તે પહોંચેલા હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર ખાલિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓનું ગઢ બની ગયું છે.
કેનેડામાં છૂપાઈને બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIની ઉશ્કેરણીથી જ પંજાબ અને અન્ય રાજ્યોને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને પંજાબમાં અસ્થિરતા સર્જવાના પ્રયાસો થઈ રહ્યા છે. અલગ-અલગ તપાસ એજન્સીઓના રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં બેસીને ટેરર ફંડિંગ એકત્ર કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગેંગસ્ટરોની સાથે મળીને હિંસક ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે. તેઓ ભારતીય દૂતાવાસ અને મંદિરો પર હુમલા કરી રહ્યા છે.
રવિવારે કેનેડાના બ્રમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ બ્રેમ્પટનમાં તણાવનું વાતાવરણ છે.
A red line has been crossed by Canadian Khalistani extremists today.
The attack by Khalistanis on the Hindu-Canadian devotees inside the premises of the Hindu Sabha temple in Brampton shows how deep and brazen has Khalistani violent extremism has become in Canada.
I begin to feel… pic.twitter.com/vPDdk9oble— Chandra Arya (@AryaCanada) November 3, 2024
કોણ છે એ ટોચના 20 ખાલિસ્તાની આતંકવાદીઓ જે કેનેડામાં સંતાયા છે?
1. લખબીર સિંહ લાંડાઃ તે પંજાબના તરનતારનનો રહેવાસી છે અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. NIAએ તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તે મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ ઓફિસ પર રોકેટથી ચાલતા ગ્રેનેડ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.
2. અર્શદીપ દલ્લાઃ તે લખબીર સિંહનો નજીકનો સાથીદાર છે. અર્શદીપ દલ્લા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ એટલે કે KTF સાથે સંકળાયેલો છે.
3. ગુરજીત ચીમાઃ ગુરજીત સિંહ ચીમા કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે. તે આઈએસઆઈના ઈશારે ખાલિસ્તાની ચળવળ ચલાવી રહ્યો છે. ચીમા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. તે પાકિસ્તાનમાં સંતાયેલા વાધવા સિંહના પણ સંપર્કમાં છે.
4. ગુરપ્રીત સિંહઃ કેનેડામાં રહીને તે ખાલિસ્તાની ચળવળને ફંડિંગ અને હથિયારો પૂરા પાડે છે.
5. મલકિત સિંહ ફૌજીઃ તે પંજાબના અમૃતસરનો રહેવાસી છે. હાલ કેનેડામાં છે. તેણે ઉત્તર પ્રદેશમાં હથિયારોના વેપારી પાસેથી હથિયારો ખરીદીને પંજાબમાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો હતો.
6. ગુરપતવંત સિંહ પન્નુ: તે ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસનો વડો છે. તે મુખ્યત્વે અમેરિકામાં સંતાયેલો હોવાનું મનાય છે. પન્નુનું કેનેડાના હેમિલ્ટનમાં રહેઠાણ પણ છે. તેણે જનમત 2020 દ્વારા ખાલિસ્તાની ચળવળને પ્રોત્સાહન આપ્યું હતું. તેના પર કેનેડામાં હિન્દુ સભા મંદિરમાં ભક્તો પર હુમલાનું કાવતરું ઘડાયું હોવાની શંકા છે.
7. રમનદીપ સિંહઃ ખાલિસ્તાની આતંકવાદી રમનદીપ સિંહ કેનેડાના બીસીનો રહેવાસી છે. તેનું મુખ્ય કામ ખાલિસ્તાની આતંકવાદ માટે ભંડોળનું આયોજન કરવાનું પણ છે.
8. તેહલ સિંહઃ કટ્ટર ખાલિસ્તાની સમર્થક ISYF સંગઠન સાથે સંકળાયેલો છે.
9. મનવીર સિંહ દુહરા: આ પણ ISYF સંસ્થા સાથે સંકળાયેલો છે.
10. પરવાકર સિંહ દુલાઈ: પરવાકર ISYF સંસ્થા સાથે સંકળાયેલો છે.
11. મનિન્દર સિંહ બિજલઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકી મનિન્દર સિંહનું ઠેકાણું કેનેડાના બ્રેમ્પટનમાં છે.
12. ભગત સિંહ બ્રારઃ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના આતંકવાદી ભગત સિંહ બ્રારના કનેક્શન ISYF સંગઠન સાથે પણ છે.
13. સતીન્દર પાલ સિંહ ગિલ: સતીન્દર પાલ ISYF સંસ્થા સાથે સંકળાયેલો છે.
14. સલવિંદર સિંહ વિર્કઃ ખાલિસ્તાની આતંકવાદી સલવિંદર કેનેડાના બ્રેમ્પટનનો રહેવાસી છે.
15. મનવીર સિંહ: તે KLFનો આતંકવાદી છે. ટોરોન્ટોનો રહેવાસી છે. તેનું કામ ટેરર ફંડિંગનું આયોજન કરવાનું છે.
16. હરપ્રીત સિંહ: તે પણ ખાલિસ્તાની આતંકવાદી છે, જે બ્રમ્પટનનો રહેવાસી છે.
17. મનદીપ સિંહ ધાલીવાલ: તે KTF આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. ધાલીવાલ કેનેડાના સુરાનો રહેવાસી છે.
18. કુલવિંદર જીત સિંહઃ ખાલિસ્તાની આતંકવાદી કુલવિંદર જીતે પંજાબમાં ઘણી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે. હાલમાં તે કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે.
19. જતિન્દર સિંહ ગ્રેવાલઃ તે પણ ખાલિસ્તાની આતંકવાદી છે અને કેનેડામાં રહે છે.
20. ગુરજિન્દર સિંહ પન્નુ: ગુરજિન્દર સિંહ ISYF સંસ્થા સાથે સંકળાયેલો છે. તે શીખ ખાલસા સેવા ક્લબનો સક્રિય સભ્ય પણ છે. હાલમાં હેમિલ્ટનમાં રહે છે.
આ પણ વાંચોઃ PM મોદીએ કેનેડામાં હિન્દુઓ પર થયેલા હુમલા અંગે આપ્યો આકરો પ્રતિભાવ, જાણો શું કહ્યું?