ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ
જમ્મુ કાશ્મીર : પુલવામામાં આતંકવાદી હુમલો, બિહારના મજૂરનું મોત
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં મોડી સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો છે. હુમલાખોરોએ ગ્રેનેડ ફેંકીને બિન-કાશ્મીરી મજૂરો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મૃતક બિહારનો વતની હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાદીમાં બંધારણની કલમ 370 નાબૂદ થયાની વર્ષગાંઠ પહેલા જ હુમલો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 નાબૂદ થયાની વર્ષગાંઠ પહેલા આતંકવાદીઓએ અહીં કામ કરતા બિન-કાશ્મીરી કામદારો પર આ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે મુજબ આ ઘટનામાં જે મજૂરનું મોત થયું છે તે બિહારમાં રહેતો મુસ્લિમ વ્યક્તિ છે. મૃત્યુ પામેલા કામદારની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. તે બિહારના સાકવા પારસાનો રહેવાસી હતો. ઘાયલોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે બંને ઘાયલો પણ બિહારના રહેવાસી છે. તેમના નામ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ છે અને તે બંને બિહારના રામપુરના છે. પોલીસનું કહેવું છે કે બંનેની હાલત સ્થિર છે. મહત્વનું છે કે આવતીકાલે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2019માં 5 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી.