ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયુંઃ આ મામલામાં શહેર બન્યું સૌથી અવ્વલ

સુરત, 4 નવેમ્બર, સુરતની યશકલગીમાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત ડાયમંડ શહેર અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં તો સમગ્ર વિશ્વમાં મોખરે છે જ આની સાથે સાથે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરવામાં પણ અવ્વલ છે. એટલું જ નહિ વેસ્ટ થી આવક ઊભી કરવા માટે સુરત રાજ્યમાં સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે.

સુરત શહેરને સોનાની મુરત તરીકે દેશભરમાં જાણીતું બનેલું છે. જોકે સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર તો મેળવ્યો છે. સાથે સાથે હવે સુરતની આ ઓળખમાં વધુ એક યશ કલગી સાથે વધુ એક મોર પીછું ઉમેરાયું છે. સુરત શહેરની સ્વચ્છતાની ચર્ચા ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં થાય છે, જેના ભાગરૂપે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા અને તેનો ઉપયોગ કરવામાં સુરત મનપા અવલ રહ્યું છે,સાથે જ સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 1200 જેટલા વ્હીકલનો ઉપયોગ 

ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં પણ સુરત મહાનગર પાલિકાને ભારત ભરમાં સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ મળ્યો હતો, સુરત મહાનગરપાલિકાના ખીતાબ માટે શહેરીજનો અને આરોગ્ય કર્મીઓનો ફાળો રહેલો છે. હાલમાં કુલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 1200 જેટલા વ્હીકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઇ વહીકલ અને નાઈટ વેર મશીનનો સમાવેશ થાય છે.સુરતમાં મુખ્યત્વે મેન્યુઅલ અને મશીનરી બંને રીતે સ્વચ્છતાની કામગીરી થાય છે વ્હીકલ શહેરની સમગ્ર સોસાયટી અને કોમર્શિયલને આવરી લે છે, એ પ્રમાણેનું આયોજન પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, સાથે જ ડી સેન્ટ્રલાઈઝ સિસ્ટમ દ્વારા તમામ ઝોન દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે તમામ વહિકલમાં જીપીએસ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે જેનાથી સીધું મોનિટરિંગ હેડ કોટર લેવલે થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

સુરતમાં સફાઈ કરવા માટે કુલ 24 મેટ્રિક ટન જેટલો કચરો રોજ ઉપાડવામાં આવે છે અને આ માટે કુલ આઠ જેટલા સેક્ટર ઝોન દીઠ કાર્યરત છે. આ સાથે જ સુરત શહેરમાં સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે સાથે જ ભગવાનની પૂજાના, દરગાહના જે પણ કૂલ નીકળે એનું પણ કલેક્શન કરીને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરી ખાતર તૈયાર કરવામાં આવે છે. ઘરે ઘરેથી કચરો લેવામાં આવે છે અને દરેક ઝોનમાં કચરાનો નિકાલ કરવામાં આવે છે. તમામને મોનીટર કરવામાં આવે છે દરેક વ્હિકલ ઉપર ટેગ લગાડવામાં આવ્યા છે સુરતનો 2400 થી 2500 ટન જેટલો કચરો મેંન પાવરના હેન્ડલિંગ વગર જ જુદો કરવામાં આવે છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ સોલીડ વેસ્તથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને રોજેરોજ કચરા પેટી સુધી નહિ જવું પડે તે માટે શરુ કરવામાં આવેલી આ સેવા આજે રાજ્ય ભરમાં વખણાય છે.

આ પણ વાંચો…આણંદ: અજાણ્યા યુવકને આપી તાલિબાની સજા, કારણ અકબંધ

Back to top button