આંતરરાષ્ટ્રીયગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડવિશેષ

એ સોનું જે હિન્દુઓ અને શીખો છોડી ગયા હતા, તેના પર પાકિસ્તાનીઓ તાગડધિન્ના કરે છે!

નવી દિલ્હી, 4 નવેમ્બર, 2024: હિન્દુઓ અને શીખો જે સોનું ભાગલા વખતે પાકિસ્તાનમાં છોડીને જીવ બચાવીને ભારત આવી ગયા હતા એ સોના ઉપર આજે પણ અનેક પાકિસ્તાનીઓ તાગડધિન્ના કરે છે. આ વાત એક પાકિસ્તાની નિષ્ણાતો પોતે થોડા દિવસ પહેલાં કરી હતી. વાસ્તવમાં, ગત 29 ઓક્ટોબરના રોજ ભારતીય રિઝર્વ બેંક એક ગુપ્ત મિશન હેઠળ ઈંગ્લેન્ડથી 102 ટન સોનું ભારતમાં લાવી છે.

100 ટન કરતાં વધુ સોનું પરત મેળવવામાં ભારતને મળેલી આ સફળતાની પાકિસ્તાનીઓમાં પણ ચર્ચા જાગી છે. ત્યાંના મીડિયા પોતાના દેશની હાલત અને સામે ભારતની મજબૂતીની ચર્ચા કરી રહ્યા છે. આ જ ક્રમમાં પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ દેશના વિભાજનની એક ઘટના વિશે કહ્યું કે, જ્યારે હિન્દુ અને શીખોએ પાકિસ્તાન છોડ્યું ત્યારે તેઓ પોતાના ઘરમાં સોનું સંતાડીને ભારત ચાલ્યા ગયા હતા. તેણે કહ્યું કે પાછળથી પાકિસ્તાનીઓને આ સોનું મોટા-મોટા વાસણોમાં મળ્યું અને આવી ઘણી વાર્તાઓ આજે પણ પાકિસ્તાનમાં પ્રખ્યાત છે. હકીકતે તે સમયે પાકિસ્તાન છોડીને ભારત જવા મજબૂર થયેલા હિન્દુઓ તેમજ શીખોને ઊંડે ઊંડે એવી આશા હતી કે એક દિવસ તેઓ પોતાના પૈતૃક ગામોમાં (જે હવે પાકિસ્તાનમાં છે) પરત આવી શકશે અને ત્યારે એ સોનું તેમને કામ લાગશે. પરંતુ એ દિવસ કદી આવ્યો નહીં અને પાકિસ્તાનીઓએ પણ તેમને મફતમાં મળેલું એ સોનું પરત કરવાની કોઈ તૈયારી બતાવી નહોતી.

હિન્દુઓ અને શીખોનું સોનું - HDNews
હિન્દુઓ અને શીખોનું સોનું – AI Image

પાકિસ્તાની રાજકીય અને સૈન્ય બાબતોના નિષ્ણાત કમર ચીમાએ જણાવ્યું કે તેણે પોતાના ગામના લોકો પાસેથી ઘણી વાર્તાઓ સાંભળી છે કે જે વિસ્તારોમાં હિન્દુ અને શીખ રહેતા હતા ત્યાં લોકોને સોનું વિપુલ પ્રમાણમાં મળ્યું હતું. તેણે કહ્યું, ‘જ્યારે હું ઘણીવાર મારા ગામના લોકો પાસેથી ભાગલાની વાર્તાઓ સાંભળું છું, ત્યારે તેઓ મને કહે છે કે પાકિસ્તાનમાં દરેક જગ્યાએથી લોકોએ ભારતમાં સ્થળાંતર કર્યું હતું. જ્યારે હિંદુઓ અને શીખો પાકિસ્તાનમાંથી ગયા ત્યારે તેમના ઘરો અને ઇમારતોની નીચે સોનું હતું.

કમર ચીમાએ કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે મોટા વાસણમાં સોનું રાખવામાં આવ્યું હતું. ઘણા લોકોએ કહ્યું કે તેમને આ બધી વસ્તુઓ મળી છે અને મેં આવી ઘણી વાર્તાઓ સાંભળી છે.

ઈંગ્લેન્ડથી ભારત પરત લાવવામાં આવેલા 102 ટન સોના અંગે પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક 102 ટન સોનું બ્રિટનથી લાવી હતી અને ભારતે તેને બેંક ઓફ ઈંગ્લેન્ડની સલામત કસ્ટડીમાં રાખ્યું હતું. આ એક ગુપ્ત મિશન હતું, જેના માટે જહાજોને ચાર્ટર્ડ કરવામાં આવ્યા હતા, સુરક્ષા ફૂલપ્રૂફ હતી, ભારતે તેના કસ્ટમ કાયદા બદલ્યા હતા, આવકવેરા કાયદા બદલ્યા હતા.

તેમણે કહ્યું કે મિશન માટે સુરક્ષાના પગલાં ખૂબ ઉચ્ચસ્તરીય હતા, વિશેષ વિમાન હતા, સુરક્ષા પ્રોટોકોલ હતા. આ પહેલાં પણ મે મહિનામાં આરબીઆઈ 100 ટન સોનું લાવી હતી. કમર ચીમાએ વધુમાં કહ્યું કે 1990 પછી આ ભારતની સૌથી મોટી ગોલ્ડ રિલોકેશન કવાયત છે. ભારતનો વર્તમાન ગોલ્ડ રિઝર્વ 854.73 ટન છે. 510 ટન સ્થાનિક અને 344 ટન વિદેશમાં પડેલા છે.

કમર ચીમાએ વધુમાં જણાવ્યું કે શા માટે ભારતે અન્ય દેશોમાં આટલું બધું સોનું સંગ્રહિત કર્યું છે. તેમણે કહ્યું, ‘ભારતનું આટલું સોનું જે અન્ય દેશોમાં પડ્યું હતું તેની પણ એક વાર્તા છે. ઘણા દેશો તેમનું સોનું અન્ય દેશોમાં રાખે છે જેથી જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાનો હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. જેમ ઇંગ્લેન્ડ સેન્ટર છે, તેવી જ રીતે ફેડરલ રિઝર્વ બેંક ઓફ ન્યુ યોર્ક, સ્વિટ્ઝર્લેન્ડ અને અન્ય ઘણા સ્થળો છે.

આ પણ વાંચોઃ ઈરાનમાં હિજાબના વિરોધમાં અર્ધનગ્ન થયેલી છોકરી ક્યાં જતી રહી! દરેક વ્યક્તિનો પ્રશ્ન- ‘શું થયું તેની સાથે?’

Back to top button