ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનમાં હિજાબના વિરોધમાં અર્ધનગ્ન થયેલી છોકરી ક્યાં જતી રહી! દરેક વ્યક્તિનો પ્રશ્ન- ‘શું થયું તેની સાથે?’

  ઈરાન, 4 નવેમ્બર :  યુનિવર્સિટી કેમ્પસમાં એક ઈરાની યુવતીએ કપડાં ઉતારી કૂચ કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શનિવારે બની હતી અને યુવતીએ દેશના કડક ઇસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં તેના કપડાં ઉતારી દીધા હતા. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા છોકરી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં તેણે આ પગલું ભર્યું હતું.

ઈરાની પત્રકાર મસીહ અલીનેજાદે X પર આ ઘટના વિશે લખ્યું, ‘ઈરાનમાં, યુનિવર્સિટીની પોલીસે એક વિદ્યાર્થીનીને તેના ‘અયોગ્ય’ હિજાબના કારણે હેરાન કર્યા પરંતુ તેણે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો. તેણે વિરોધ કરવાની અલગ જ રીત અપનાવી, કપડાં ઉતારી અર્ધનગ્ન હાલતમાં કેમ્પસમાં કૂચ કરી – એક એવી સિસ્ટમને પડકારી જે સતત મહિલા શરીરને નિયંત્રિત કરે છે. તેનું કાર્ય ઈરાની મહિલા સ્વતંત્રતા માટેની લડતનું શક્તિશાળી રીમાઇન્ડર હશે. હા, અમે અમારા શરીરનો ઉપયોગ એવી સિસ્ટમ સામે લડવા માટે કરીએ છીએ જે મહિલાઓને તેમના વાળ  સુદ્ધા બતાવવા માટે મારી નાખે છે.

ઈરાનની સરકારી એજન્સી IRNA અનુસાર, ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીના પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક આમિર મહજૂબે રવિવારે તેમના X એકાઉન્ટ પર આ ઘટના પર પ્રતિક્રિયા આપી. તેણે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીએ 2 નવેમ્બરે અનૈતિક કૃત્ય કર્યું હતું. અધિકારીએ મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા કે કેમ્પસ સિક્યોરિટીએ યુવતી સાથે શારીરિક સંપર્ક કર્યો હતો.
મહજૂબે કહ્યું કે ઉત્તર તેહરાનમાં ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીની વિજ્ઞાન અને સંશોધન શાખામાં એક મહિલા વિદ્યાર્થીએ અભદ્ર કૃત્યો કર્યા પછી, કેમ્પસ સુરક્ષાએ કાર્યવાહી કરી અને તેને કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપી દીધી. તેમણે કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીની માનસિક દબાણમાં હતી.

સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે
આ ઘટનાને લઈને દુનિયાભરના સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જો કે, એચડી ન્યૂઝ તમામ દાવાઓની પુષ્ટિ કરતું નથી. ગઈકાલે આ ઈરાની યુવતીને ઈરાની પોલીસે નિર્દયતાથી માર માર્યો હતો અને મૃત્યુ પહેલા તેના પર કેટલાય લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. ઘણા લોકોએ તેને કહ્યું કે તને ખબર છે કે આ માટે તને મારી નાખવામાં આવી શકે છે. ત્યારે તે ઈરાની યુવતીએ કહ્યું કે હું સૂતેલા ઈરાની લોકોને જગાડવા માટે મારી જાતનું બલિદાન આપવા માંગુ છું જેથી તમે બધા ઉભા થઈને આ નિરંકુશ શાસનને ઉથલાવી દો. અને એવું જ થયું, આખા ઈરાનમાં જબરદસ્ત ગુસ્સો છે, લોકો અંદરથી સળગી રહ્યા છે, બળવો ગમે ત્યારે થઈ શકે છે.

અન્ય એક પોસ્ટમાં સુનીલ સિંહ નામના યુઝરે લખ્યું છે કે આ છોકરી વિશે હવે વિગતો સામે આવી રહી છે. તેહરાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આ છોકરી હિજાબ વગર યુનિવર્સિટીની સામેના રસ્તા પર ચાલી રહી હતી. ત્યારપછી ઈરાનનાપોલીસ કર્મચારીઓએ તેને રોકી અને માર માર્યો, પછી જ્યારે તેણે પણ પોતાનો હાથ ઉઠાવ્યો તો એક પોલીસ કર્મચારીએ તેના કપડા ફાડી નાખ્યા.

મનીષ વર્મા નામના યુઝરે આંદોલનની જૂની તસવીર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ઈરાનમાં ફરજિયાત ડ્રેસ કોડને લઈને વર્ષ 2022માં વિરોધ થયો હતો, જ્યાં મહસા અમીનીના કસ્ટોડિયલ ડેથ બાદ મહિલાઓએ ફરજિયાત ડ્રેસ કોડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો : પરિવાર સાથે મસૂરી ફરવાનો બનાવો પ્લાન, આ જગ્યા પર કરી શકશો એન્જોય

Back to top button