ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

આણંદ: અજાણ્યા યુવકને આપી તાલિબાની સજા, કારણ અકબંધ

Text To Speech
  • લોકોએ ચોર સમજીને ઢોર માર માર્યો

આણંદ, 4 નવેમ્બર, આણંદનાં પેટલાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક સ્થાનિક લોકો દ્વારા એક યુવકને જાહેરમાં ઢોર માર મારીને તાલિબાની સજા આપી હતી. આ ઘટનાનો હચમચાવતો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે, યુવકને તાલિબાની સજા કયા કારણોસર આપવામાં આવી તેનું કારણ અકબંધ છે. વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલ થઈ રહ્યા છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.

આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં પંડોળી ગામ પાસે એક અજાણ્યા યુવકને તાલિબાની સજાનો એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક સ્થાનિક લોકો એક યુવકને જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે. યુવકનું મોઢું લોહીથી લથપથ છે. લોકો યુવકને બાંધીને તાલિબાની સજા આપી રહ્યા છે. જો કે, યુવકને માર મારી તાલિબાની સજા કેમ આપવામાં આવી તે અંગેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ, અજાણ્યા યુવકને તાલિબાની સજાનો વીડિયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટના બાબતે ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં સાવચેતીનો વીડિયો વાયરલ કર્યો હતો. તેમજ વીડિયો વાયરલ થતા અફવા ફેલાઈ હતી. પેટલાદ ગ્રામ્ય પોલીસને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી, અને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગ્રામ્ય પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી યુવકની પૂછપરછ હાથ ધરતા 20 થી 30 લોકો નેપાળથી આવ્યા હોવાનું યુવકે જણાવ્યું હતું. તેમજ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. લોકોએ ચોરનો વહેમ રાખીને પહેલા પકડ્યો અને ત્યાર બાદ તેને થાંભલા સાથે બાંધીને માર માર્યો હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકની સારવાર કરાવી હતી. તેમજ યુવકના તેનાં વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો..માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે આવેલ પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ

Back to top button