માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે આવેલ પિતા-પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ
- અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા
- દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું
- સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું.
સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની વિગત વિશે વાત કરીએ તો મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે (ત્રીજી નવેમ્બર) ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દરિયામાં નહાતા હતાં. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. તહેવાર સમયે સર્જાયેલી આ દુ:ખદ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
બોટના સંચાલકોએ દોટ મુકીને ત્રણ યુવાનોને બચાવવામાં સફળ થયા
માંડવીમાં તહેવારના સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં પણ ત્રણ યુવાનોને સ્થાનિકોએ ડુબતા બચાવ્યા હતા. જેમાં માંડવીમાં મોરબીના ત્રણ વ્યક્તિઓ ફરવા આવ્યા હતા જેઓ દરિયામાં ન્હાવા પડયા હતા, ત્યારે અચાનક મોજામાં તણાવા લાગતા બચાવો બચાવોની બૂમ થતા હાજર રહેલા બોટના સંચાલકોએ દોટ મુકીને ત્રણ યુવાનોને બચાવવામાં સફળ થયા હતા.
આ પણ વાંચો: ગુજરાતના ST વિભાગને દિવાળી ફળી, વડોદરા ડિવિઝનને થઇ લાખો રૂપિયાની આવક