ઉત્તરાખંડઃ કુપીમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળ્યા
ઉત્તરાખંડ, 4 નવેમ્બર : ઉત્તરાખંડમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના અલ્મોડા-સોલ્ટ વિસ્તારમાં એક મોટી બસને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ, બસ મર્કુલા નજીક કુપીમાં ઉંડી ખાઈમાં પડી છે. આ બસ મુસાફરોથી ભરેલી હતી અને તેમાં 46 લોકો સવાર હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ વહીવટી તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે.
Uttarakhand: A Garwal Motors Users’ bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
— ANI (@ANI) November 4, 2024
રાહત બચાવ કાર્ય શરૂ થયું
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કુપી નજીક ઊંડી ખાઈમાં પડી ગયેલી બસ 45 લોકો સાથે પૌડી જિલ્લાથી રામનગર તરફ આવી રહી હતી. દરમિયાન કુપી પાસે બસ અકસ્માત સર્જાયો હતો અને બસ ઉંડી ખાઈમાં પડી હતી. ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. નવીનતમ અપડેટ મુજબ, નૈનીતાલ જિલ્લા પોલીસ પણ રાહત કાર્યમાં લાગેલી છે.
#WATCH | Uttarakhand: A Garwal Motors Users’ bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
(Video: SDRF) pic.twitter.com/dzSgKw6tkF
— ANI (@ANI) November 4, 2024
અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળી આવ્યા
અકસ્માત સ્થળે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી રહી છે અને અત્યાર સુધીમાં 15 મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢ્યા છે. ANI અનુસાર, જે બસ ખાઈમાં પડી તે ગઢવાલ મોટર યુઝર્સની છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
સીએમ ધામીએ આપ્યું નિવેદન
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ બસ અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે લખ્યું – “અલમોડા જિલ્લાના મર્ચુલામાં દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનામાં મુસાફરોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો અહીં છે. ઈજાગ્રસ્તોને બચાવવા માટે અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ જેથી તેઓને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે.
આ પણ વાંચો : ગુજરાતના ST વિભાગને દિવાળી ફળી, વડોદરા ડિવિઝનને થઇ લાખો રૂપિયાની આવક