ટ્રેન્ડિંગમનોરંજન

Happy Birthday Tabu: ‘રૂક રૂક ગર્લ’એ પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો

  • તબુના કામના દિવાના લોકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. બોલિવૂડ અને સાઉથમાં ધૂમ મચાવ્યા બાદ હવે તે હોલીવુડમાં કમાલ કરશે

4 નવેમ્બર, મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં સામેવ તબુએ પોતાની શાનદાર અભિનય કુશળતા સાબિત કરી છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધી તેણે પોતાના લુક્સ અને હિટ ફિલ્મોથી ધૂમ મચાવી છે. જ્યારે અભિનેત્રી પડદા પર આવી તો એવી છવાઈ કે આજે પણ લોકો તેની એક્ટિંગ અને સુંદરતાના દિવાના થઈ જાય છે. તેણે ‘ચાંદની બાર’થી લઈને ‘હૈદર’ જેવી ફિલ્મોમાં જબરદસ્ત પાત્રો ભજવ્યા છે, જેના માટે તેને ઘણી નામના પણ મળી છે. સેલ્ફ મેડ અને સક્સેસફુલ અભિનેત્રી તબુના કામના દિવાના લોકો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. બોલિવૂડ અને સાઉથમાં ધૂમ મચાવ્યા બાદ હવે તબુ ટૂંક સમયમાં હોલીવુડની ફિલ્મમાં પણ જોવા મળવાની છે.

બોલિવૂડ પર રાજ કરે છે

તબુ આજે તેનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે. તબુની મોટી બહેન ફરહાએ 80-90ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેત્રીએ ફિલ્મ ‘હમ નૌજવાન’થી બાળ કલાકાર તરીકે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ અભિનેત્રીએ માત્ર 14 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેણે પોતાના ઉત્તમ અભિનયથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તબુ 39 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે વેંકટેશની સાથે તેલુગુ ફિલ્મ ‘કુલી નંબર 1’માં મુખ્ય અભિનેત્રી તરીકે 1991માં દક્ષિણમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)

બોલિવૂડ બાદ હોલિવૂડમાં તબુનો જલવો

તબુ એક શ્રેષ્ઠ અભિનેત્રી છે, તેણે ‘જીત’, ‘સાજન ચલે સસુરાલ’થી લઈને ‘હૈદર’, ‘મકબૂલ’ અને ‘ચાંદની બાર’ સુધી તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. તે લાસ્ટમાં કોમેડી ફિલ્મ ‘ક્રૂ’માં જોવા મળી હતી, શાહરૂખ ખાન અને રણબીર કપૂર પછી, તબુ એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે કોવિડ પછી ત્રણ હિટ ફિલ્મો આપી છે અને હવે તે મેક્સ સિરીઝની ફિલ્મ ‘ડ્યૂનઃ પ્રોફેસી’માં પણ જોવા મળશે. તબુને બે નેશનલ ફિલ્મ એવોર્ડ, સાત ફિલ્મફેર એવોર્ડ(શ્રેષ્ઠ અભિનેત્રી માટે રેકોર્ડ પાંચ વિવેચક પુરસ્કારો) અને દક્ષિણના બે ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. 2011 માં તેને ચોથા સર્વોચ્ચ ભારતીય નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કમાણીની રેસમાં સિંઘમ અગેઈન ભૂલ ભૂલૈયા-3 કરતા આગળ નીકળી ગઈ

Back to top button