આંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓ મંદિરમાં ઘૂસી ગયા, શ્રદ્ધાળુઓ પર કર્યો હુમલોઃ જૂઓ વીડિયો

ઓટાવા, 4 નવેમ્બર, 2024: કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓ હવે તમામ હદ વટાવી ગયા છે. આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં દર્શન કરવા પહોંચેલા હિન્દુઓ ઉપર આ આતંકીઓએ હુમલો કર્યો હતો અને તેમને મંદિરોમાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાની આતંકીઓના આ એકાએક હુમલાથી ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

સોમવારે વહેલી સવારે કેનેડામાં એક હિન્દુ મંદિરમાં ભક્તો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લઈને મંદિર પરિસરમાં ઘૂસી ગયા અને ભક્તોને માર મારવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હિન્દુઓ પરના આ હુમલાની આકરી ટીકા થઈ રહી છે.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બ્રમ્પટનમાં હિન્દુ સભા મંદિર સંકુલની અંદર હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યા પછી, કહેવાતા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને કેનેડાના હિન્દુ સંસદસભ્ય ચંદ્ર આર્યએ હિંસાની ટીકા કરી હતી. કહેવાતા પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં, કેનેડામાં દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે.

બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર સંકુલમાં ખાલિસ્તાની ઝંડા સાથે જોવા મળી રહ્યા છે. આ આતંકીઓ ધ્વજના ડંડા વડે લોકોને મારતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈને એવું લાગે છે કે કેનેડામાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ બાબત નથી. ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે પોલીસકર્મી દેખાતા નથી. આવી સ્થિતિમાં કેનેડિયન પોલીસ પર પણ ખાલિસ્તાનીઓની સુરક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એવા સવાલો પણ ઊઠી રહ્યા છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં પોલીસે કોઈની ધરપકડ કરી નથી. વીડિયો સામે આવ્યા બાદ પણ પોલીસ આરોપીઓની ઓળખ કરી શકી નથી.

કેનેડાની સંસદના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યએ આ અંગે આકરી પ્રત્યાઘાત આપ્યો હતો. એક્સ પર હુમલાનો વીડિયો શેર કરતા આર્યએ લખ્યું કે, ‘કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ આજે ​​હદ વટાવી દીધી છે. બ્રમ્પટનમાં હિંદુ સભા મંદિરના પરિસરમાં હિંદુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો દર્શાવે છે કે તેમના ઈરાદા શું છે. શું કેનેડામાં ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદ બની ગયા છે? કેનેડિયન સાંસદ આર્યએ કહ્યું, ‘હું વિચારવા લાગ્યો છું કે આ અહેવાલોમાં કંઈક સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત ખાલિસ્તાનીઓએ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે.’ કેનેડાના સંસદસભ્યએ વધુ ચિંતા વ્યક્ત કરી કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા કાયદા’નો ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને તેમને રોકનાર કોઈ નથી.

આર્યએ લખ્યું, ‘આશ્ચર્યની વાત નથી કે કેનેડામાં ‘અભિવ્યક્તિની આઝાદી’ હેઠળ ખાલિસ્તાની ઉગ્રવાદીઓને મુક્તિ મળી રહી છે. જેમ કે હું લાંબા સમયથી કહું છું, હિન્દુ-કેનેડિયનોએ આગળ આવવાની જરૂર છે અને આપણા સમુદાયની સુરક્ષા માટે તેમના અધિકારોનો દાવો કરવાની જરૂર છે અને રાજકારણીઓને જવાબદાર ગણો.

આ પણ વાંચોઃ પવન કલ્યાણે સનાતન ધર્મના રક્ષણ માટે શરૂ કર્યું નવું અભિયાનઃ જાણો શું કહ્યું?

Back to top button