છી, છી, છી કળિયુગમાં મા-દીકરાના સંબંધો લજવાયા, પુત્ર સાથે લગ્ન કરવા પતિથી લીધા છૂટાછેડા
રશિયા, 3 ઓકટોબર, માતા અને પુત્રનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે, પરંતુ કેટલીક એવી વાતો છે, જેને જાણ્યા પછી તમે દંગ રહી જશો. કહેવાય છે કે દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ માતા અને પુત્રનો હોય છે, પરંતુ એજ સંબંધ લજવાઈ ત્યારે? આ કિસ્સો પણ એવો જ છે. જે કિસ્સો એક રશિયન માતા અને તેના પુત્રના પ્રેમનો છે. આ મહિલાનું નામ મરિના બાલમાસેવા છે જે તેના 20 વર્ષના પુત્ર વ્લાદિમીરના પ્રેમમાં પડી છે. જ્યારે મરિનાની ઉંમર 37 વર્ષની છે. મરિનાના આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. પતિ એલેક્સી શેવિરિનથી છૂટાછેડા પછી, મરિનાને સાવકા પુત્ર વ્લાદિમીર સાથે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
મરિના તેના 47 વર્ષીય પતિ એલેક્સી શાવરિન સાથે રશિયામાં એક ઘરમાં રહેતી હતી. મરિનાના પરિવારમાં તેના એક્સ હસબન્ડ અને સાવકા પુત્રનો સમાવેશ થાય છે. મરિનાને તેના જ પુત્ર સાથે પ્રેમ થઈ ગયો અને આ પ્રેમ એટલો ગાઢ બની ગયો કે મરિનાએ તેના સાવકા દીકરા માટે થઈને માટે તેના પતિને છૂટાછેડા આપી દીધા. મરિના સોશિયલ મીડિયા પ્રભાવક છે. લગ્ન સમયે, મરિનાનું વજન ઘણું વધારે હતું. આવી સ્થિતિમાં, મરીનાએ વજન ઘટાડવા અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી. એટલું જ નહીં તેણે પોતાનું વજન પણ ઘણું ઓછું કર્યું. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની વજન ઘટાડવાની જર્ની વિશે જણાવ્યું છે.
મરિનાએ પતિથી છૂટાછેડા પછી તેના પુત્ર સાથે લગ્ન કર્યા અને હવે તે તેના બાળકની માતા બનવા જઈ રહી છે. મરિનાને પહેલેથી જ એક પુત્રી છે. હવે તે ફરીથી ગર્ભવતી છે. મરિના કહે છે કે તે વ્લાદિમીરને ખૂબ પ્રેમ કરે છે. બંને સાથે ખૂબ જ ખુશ છે. તે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને રીલ્સ પણ શેર કરે છે. મરિનાના ઇન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે.
મરિનાના લગ્નને લઈને રશિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેની ઘણી ટીકા પણ થઈ રહી છે. વ્લાદિમીરના પિતાએ કહ્યું કે બાલમાશેવાએ તેમના પુત્રને ફસાવ્યો છે. આ પહેલા તેની કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી. મારી ગેરહાજરીમાં તેણે મારા પુત્ર સાથે સંબંધો બાંધ્યા છે. . વ્લાદિમીરના પિતા અને મરિનાના ભૂતપૂર્વ પતિ આયર આ લગ્નમાં હાજર રહ્યા ન હતા.