‘સિગારેટ અને ગરમ સળીયાથી આપ્યા ડામ, ઘરના ટોયલેટમાંથી સગીરાનો મળ્યો મૃતદેહ
ચેન્નાઈ, 3 નવેમ્બર : પોલીસે ચેન્નાઈમાં 15 વર્ષની ઘરેલુ નોકરને કથિત રીતે ત્રાસ આપવા અને તેની હત્યા કરવા બદલ એક દંપતીની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, સગીર છોકરીને અમીનજીકરાઈ વિસ્તારના મહેતા નગરમાં એક ફ્લેટમાં ગરમ લોખંડના સળિયા અને સળગતી સિગારેટથી ડામ આપવામાં સહિત વિવિધ યાતનાઓ આપવામાં આવી હતી, જેના પગલે તેણીનું મૃત્યુ થયું હતું.
આ કેસમાં પોલીસે પતિ-પત્ની એવા 2 લોકોની ધરપકડ કરી છે. તેમજ અન્ય 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપી દંપતીની ઓળખ મોહમ્મદ નિશાદ અને નાસિયા તરીકે થઈ છે. ઘરેલુ નોકરની હત્યા કર્યા બાદ તેમણે તેના મૃતદેહને શૌચાલયમાં છોડી દીધો હતો. આ પછી તેઓ નિશાદની બહેનના ઘરે ભાગી ગયા હતા. સૂત્રોનું કહેવું છે કે તેમના વકીલે પોલીસને આ ઘટના અંગે જાણકારી આપી હતી. પીડિતાની માતા, તંજાવુર જિલ્લાની રહેવાસી, વિધવા છે. પોલીસ સગીરાના મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે
અધિકારીઓએ જણાવ્યું કે કિલપૌક મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : 25 વર્ષનો પૌત્ર 75 વર્ષની નાનીને ઊંચકીને રૂમમાં લઈ ગયો, પછી આચર્યું દુષ્કર્મ