ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

મુંબઈ ટેસ્ટ : બીજા દિવસે અશ્વિન-જાડેજા છવાયા, બીજી ઈનિંગમાં કીવીની 9 વિકેટ પડી

Text To Speech

મુંબઈ, 2 નવેમ્બર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહી છે. મેચના બીજા દિવસે (2 નવેમ્બર)ની રમત સમાપ્ત થઈ ગઈ છે. બીજા દિવસે સ્ટમ્પ થતાં સુધીમાં ન્યૂઝીલેન્ડે તેની બીજી ઇનિંગમાં 9 વિકેટે 171 રન બનાવી લીધા હતા.  એજાઝ પટેલ 7 રન બનાવીને ક્રિઝ પર છે. ન્યુઝીલેન્ડની લીડ માત્ર 143 રનની છે અને તેની એક વિકેટ બાકી છે. ભારત તરફથી બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ચાર અને અશ્વિને ત્રણ વિકેટ ઝડપી છે.

મેચમાં ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા. પ્રથમ દાવના આધારે ભારતને 28 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ પહેલા જ સિરીઝ હારી ચૂકી છે, હવે તે આ મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવા માંગશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પણ આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વર્તમાન શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનો 8 વિકેટે પરાજય થયો હતો.  ત્યારબાદ ન્યુઝીલેન્ડે પુણેમાં રમાયેલી શ્રેણીની બીજી મેચ 113 રને જીતી લીધી અને શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી.  જો જોવામાં આવે તો કિવી ટીમ આ મેદાન પર પોતાની ચોથી ટેસ્ટ રમવા આવી છે.  આ પહેલા ન્યુઝીલેન્ડે જે ત્રણ મેચ રમી હતી તેમાં તેને એકમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :- શાઈના એનસી અંગે વિવાદિત ટિપ્પણી બાદ સાંસદ સાવંતે માફી માગી, જાણો શું હતી ઘટના

Back to top button