સાવધાન! સાધુબાવાના વેશમાં ફરતા આ લોકો કોણ છે જાણો છો? જૂઓ વીડિયો
ગાઝીપુર, 2 નવેમ્બર, 2024: સાધુબાવાના વેશમાં ફરતા અને ભીખ માગતા લોકોના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વારંવાર જોવા મળે છે. ત્રણ-ચાર જણની ટોળીમાં ફરતા આવા બાવાઓ ઘણેખરે અંશે વિધર્મીઓ હોય છે એવું જોવા મળ્યું છે. આવો જ એક કિસ્સો આજે ઉત્તરપ્રદેશમાં જોવા મળ્યો છે. રાજ્યના ગાઝીપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સ્થાનિક લોકોએ ભગવા વસ્ત્રોમાં ફરતા અને ભીખ માગતા ત્રણ મુસ્લિમોને પકડી પકડ્યા હતા. પૂછપરછ દરમિયાન આ લોકોએ પોતાની ઓળખ જણાવી.
આ ત્રણ ભીખારી કાસિમાબાદ વિસ્તારમાં હિંદુ હોવાનો ઢોંગ કરીને દિવાળી પછી લોકો પાસેથી પ્રસાદ માંગવાના નામે ભીખ માંગતા પકડાયા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણેય લોકો સાધુના વેશમાં ભગવા કપડા પહેરેલા અને માથે કેસરી સાફા બાંધેલા જોવા મળે છે.
ગુજરાતમાં પણ, ખાસ કરીને મોટાં શહેરોમાં આવા ત્રણ-ત્રણ ચાર-ચારના જૂથમાં બાવા ફરતા હોય છે અને એમને કોઈ શ્લોક બોલવાનું કહેવામાં આવે તો ત્યાંથી ચાલતી પકડે છે.
ઉત્તરપ્રદેશની આ ઘટના એવી છે કે, દિવાળી પછી આ ત્રણેય બદમાશો ભગવા રંગના કપડાં પહેરીને ભિક્ષા માંગવા નીકળ્યા હતા. આ દરમિયાન કાસિમાબાદ વિસ્તારમાં સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આ બદમાશો સ્થાનિક લોકોની વચ્ચે ઊભા છે અને લોકો તેમને તેમનું સાચું નામ પૂછી રહ્યા છે. લાંબા સમય સુધી પૂછપરછ કર્યા બાદ તેમાંથી એકે તેનું નામ સોહરાબ મિયાં હોવાનું જણાવ્યું હતું. આ પછી સ્થાનિક લોકો આ તમામને પોશાક અને ધર્મ બદલીને લોકોને છેતરવાના આરોપમાં કોતવાલી કાસિમાબાદ પોલીસ સ્ટેશન લાવ્યા અને પોલીસને હવાલે કર્યા.
हिन्दू बनकर रहना है
हिन्दुओं से भीख माँगना है
हिन्दुओं से मिली भीख से बच्चे पालना हैलेकिन हिन्दू बनने से दिक्क़त है
समझ नहीं आता अगर इस्लाम तुम्हारे बच्चों
का पेट नहीं पाल पा रहा तो फिर बचा क्या वहां?“सोहराब खान, शहजाद खान और नियाद खान हिंदू साधु बनकर गाजीपुर जिले में दान… pic.twitter.com/HEc3lU5q36
— Deepak Sharma (@SonOfBharat7) November 2, 2024
સમગ્ર ઘટના જાણ્યા બાદ પોલીસે આ લોકોની પૂછપરછ પણ કરી હતી. આ અંગે પોલીસે અખબારી યાદી જારી કરીને ધરપકડ કરાયેલા આ તમામ આરોપીઓ અંગે નિવેદન આપ્યું છે. પોલીસે જણાવ્યું કે 1 નવેમ્બરના રોજ સોનબરસાના રહેવાસી શિવ કુમાર ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો મુસ્લિમ સમુદાયના હોવા છતાં હિન્દુ ધર્મનો પોશાક પહેરીને ખોટું નામ અને સરનામું આપીને ભીખ માંગે છે.
ફરિયાદના આધારે કાસિમાબાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સોહરાબ (35), શહઝાદ ખાન (24) અને નિયાઝ (42) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ મઉ જિલ્લાના દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના અતરસાવાના રહેવાસી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કાસિમાબાદમાં ચલણ દાખલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Video: બદ્રીનાથને મુસ્લિમોનું ધાર્મિક સ્થળ ગણાવતા મૌલાનાના વાયરલ વીડિયોની હકીકત શું છે?