ગુજરાતના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું, અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ જાણો કેટલો થયો
- પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે
- શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવામાં પ્રદૂષણ
- અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો
ગુજરાતના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું છે. જેમાં અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ જોતા તેમાં વધારો થયો છે. ગુજરાતમાં દિવાળીની ઉજવણી લોકોએ ધામધુમથી કરી છે. જેમાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળ્યો છે. લોકોએ મોટીમાત્રામાં ફટાકડા ફોડ્યા છે. દિવાળીના કારણે ફટાકડા પણ જાણે બમણા ફૂટ્યા અને તેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યુ છે.
અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો
દિવાળીના અવસર પર અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂડ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો છે. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 એક્યૂઆઈ નોંધાયો છે. રાયખડમાં 193 એક્યૂઆઈ નોંધાયો છે. આ ઉપરાંત ચાંદખેડા અને બોપલમાં 185 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 એક્યૂઆઈ નોંધાયો છે. બીજી સુરત શહેરમાં એક્યૂઆઈ 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ 239 એક્યૂઆઈ થયો છે. રાજકોટ શહેરમાં 96 એક્યૂઆઈ નોંધાયો છે. વડોદરા શહેરમાં દિવાળીને દિવસે 124 એક્યૂઆઈ હતો જે પહેલી નવેમ્બરે 134 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 105 એક્યૂઆઈ નોંધાય છે.
શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવામાં પ્રદૂષણ
ઉલ્લેખનીય છે કે, શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવામાં પ્રદૂષણ છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.