ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં લવાતું MD ડ્રગ્સ બનાસકાંઠા સરહદે ઝડપાયુંઃ એકની અટકાયત

Text To Speech

બનાસકાંઠા , 1 નવેમ્બર, રાજ્યમાં ઝીપર, પેક અને દાણાના નામથી એમડી ડ્રગ્સ વેચાય છે. ત્યારે ફરી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી MD ડ્રગ્સ ઝડપાયું છે. અમીરગઢ પોલીસને અર્ષદખાન અનવર હુસેન પાસેથી એમડી ડ્રગ્સ 5.84 ગ્રામ કિંમત 58,40,000 નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાન તરફથી આવતી બસમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે. અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી રાજ્સ્થાન સરહદ ધરાવતી અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. અમીરગઢ પોલીસ ઇન્સ્પેકટર એસ.કે પરમાર પોલીસ સ્ટાફ સાથે દિવાળીના સમયે કોઇ ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઇ નશીલા પદાર્થની હેરાફેરી ન થાય તે માટે બોર્ડર પર કડક વાહન ચેકીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન જોધપુરથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેજની બસને રોકી હતી. તેમાં મુસાફરોની ઝીણવટભરી તપાસ કરતા એક મુસાફર પાસેથી નશીલા પદાર્થ એવા એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

સરકારી બસમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ છે. અને વધુ તપાસ હાથધરી છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે.પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનું નામ અર્ષદખાન અનવર હુસેન છે.

આ પણ વાંચો…રાષ્ટ્રીય યુવા પુરસ્કારો માટે અરજી કરવા ડૉ. મનસુખ માંડવિયાની ટહેલઃ જૂઓ વીડિયો

Back to top button