ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Pepsi અને Coca-Cola વિરુદ્ધ અમેરિકામાં દાખલ કરાયો કેસ, આવું છે કારણ 

Text To Speech

અમેરિકા, 1  નવેમ્બર : Pepsi અને Coca-Cola નું વેચાણ કરતી કંપનીઓ માટે ખરાબ સમાચાર છે. અમેરિકામાં પ્લાસ્ટિકની બોટલોમાં બેવરેજ વેચવા બદલ આ બે કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લોસ એન્જલસ કાઉન્ટીએ પ્લાસ્ટિક પ્રદૂષણમાં વધારો કરવા બદલ પેપ્સી અને કોક વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. લોસ એન્જલસ કાઉન્ટીએ બુધવારે દાખલ કરેલા મુકદ્દમામાં આરોપ મૂક્યો હતો કે Pepsi અને Coca-Colaએ તેમની પ્લાસ્ટિક બોટલના રિસાયક્લિંગ વિશે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા અને પ્લાસ્ટિકની નકારાત્મક પર્યાવરણીય અને આરોગ્ય પર થતી અસરોને ઓછી કરી હતી.

લોસ એન્જલસ કાઉન્ટીના સુપરવાઈઝર લિન્ડસે હોર્વાથે એક નિવેદનમાં કહ્યું હતું કે, “Pepsi અને Coca-Colaએ છેતરપિંડી બંધ કરવી જોઈએ અને તેમના ઉત્પાદનોથી થતા પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાઓની જવાબદારી લેવી જોઈએ. કારણ કે તેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. લોસ એન્જલસ કાઉન્ટી એવી કંપનીઓ સામે પગલાં લેવાનું ચાલુ રાખશે કે જેઓ ભ્રામક અને અયોગ્ય વ્યાપાર વ્યવહારમાં સંડોવાયેલા છે જે પર્યાવરણ પર ગંભીર અસર કરે છે.” વૈશ્વિક પર્યાવરણીય જૂથ બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક મુજબ, બંને કંપનીઓ સતત પાંચ વર્ષથી વિશ્વના ટોચના પ્લાસ્ટિક પ્રદૂષકોમાં સ્થાન ધરાવે છે, જેમાં કોકા-કોલા છ વર્ષ સુધી ટોચનું સ્થાન ધરાવે છે.

57 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે
આ બંને કંપનીઓ મળીને દર વર્ષે 57 લાખ મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ‘બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક’ અનુસાર, પેપ્સિકો દર વર્ષે લગભગ 25 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે, જ્યારે કોકા-કોલા દર વર્ષે લગભગ 32 લાખ 24 હજાર મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે. EU ગ્રાહક સુરક્ષા જૂથ અને પર્યાવરણીય સંસ્થાઓએ ગયા વર્ષે નવેમ્બરમાં કોકા-કોલા, નેસ્લે અને ડેનોન સામે કાનૂની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના પેકેજિંગ 100 ટકા રિસાયકલેબલ હોવાનો દાવો કરીને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો :સ્વર્ગદ્વારમાં અગ્નિસંસ્કારમાં લાકડું નહીં પરંતુ આ વસ્તુનો કરાશે ઉપયોગ, પર્યાવરણને પણ થશે ફાયદો

Back to top button