અમદાવાદ એરપોર્ટ પર Go First ની ફ્લાઇટને બર્ડ હિટ નડ્યું
હાલમાં વિમાન દુર્ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હતું. આ પછી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
આ ઘટનાને લઇને DGCIએ જણાવ્યુ કે, 4 ઓગસ્ટના ગો ફર્સ્ટ ફ્લાઈટે અમદાવાદથી ચંદીગઢ માટે ઉડાન ભરી હતી. તેમાં બર્ડ હિટની ઘટના બન્યા બાદ આ ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. હાલ તમામ મુસાફરોને અન્ય પ્લેન મારફતે ચંડીગઢ રવાના કરવામાં આવે છે, પ્લેન ઉડ્યાના 25 મિનિટ બાદ આ સમસ્યા સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણ DGCIને પણ કરવામાં આવી હતી.
અગાઉ, દિલ્હી-ગુવાહાટી ગો ફર્સ્ટને ગયા મહિને જયપુર તરફ વાળવામાં આવી હતી જ્યારે હવામાં વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી. સતત વધી રહી છે ઘટનાઓ સરકારી ડેટા મુજબ, ગયા વર્ષે 1 જુલાઈ, 2021 અને 30 જૂન, 2022ની વચ્ચે વિમાનોમાં કુલ 478 તકનીકી ખામી સંબંધિત ઘટનાઓ નોંધાઈ હતી.
અમદાવાદ એરપોર્ટ પર ચોમાસા દરમિયાન સતત બર્ડ હિટની ઘટનાઓ નોંધાય છે. બર્ડહિટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સતત પગલા લેવામાં આવે છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ચાર જગ્યા પર બનશે 30 માળથી ઊંચી ઈમારતો, જાણો ક્યાં તૈયાર થઈ રહ્યા છે પ્રોજેક્ટ