ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Honda પણ લાવી રહી છે Elevate EV, મારુતિ eVX અને Creta EVને આપશે ટક્કર

  • હોન્ડા ભારતીય ઈલેક્ટ્રિક વાહન બજારમાં તદ્દન નવી ઈલેક્ટ્રિક SUV લાવવા જઈ રહી છે

નવી દિલ્હી, 1 નવેમ્બર: ભારતીય બજારમાં મોટાભાગની કંપનીઓ હવે ઇલેક્ટ્રિક ફોર વ્હીલર તરફ આગળ વધી રહી છે. જેમાં મારુતિની આગામી eVX સાથે Hyundai Creta EVનો પણ સમાવેશ થાય છે. આટલું જ નહીં આ લિસ્ટમાં Hondaની એલિવેટ EVનું નામ પણ જોડાઈ રહ્યું છે. હકીકતમાં, હોન્ડા ભારતીય ઈલેક્ટ્રિક વાહન બજારમાં તદ્દન નવી ઈલેક્ટ્રિક SUV લાવવા જઈ રહી છે. આ Elevate પર આધારિત હશે. આ આગામી મોડલ તેના નવા પ્રોજેક્ટ ACE (એશિયન કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક) હેઠળ બ્રાન્ડનું પ્રથમ મોડલ હશે. તેને 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં લોન્ચ કરી શકાય છે. Honda Elevate EV (કોડનેમ DG9D)નું ઉત્પાદન રાજસ્થાનમાં Hondaના તાપુકારા પ્લાન્ટમાં કરવામાં આવશે.

હોન્ડા ઈલેક્ટ્રિક વ્હીકલ માટે હાલના એલિવેટ પ્લેટફોર્મમાં કેટલાક ફેરફારો કરશે. તેનાથી કંપનીને તેના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. નવી ઈલેક્ટ્રિક SUV બનાવવા માટે તેને વધારાનું રોકાણ કરવાની અને તેની હાલની પ્રોડક્શન લાઇન-અપને ફરીથી ગોઠવવાની જરૂર રહેશે નહીં. અહેવાલો અનુસાર, હોન્ડા ઈન્ડિયાની નિકાસ 2025 સુધીમાં બમણી થવાની સંભાવના છે, જેમાં કુલ ઉત્પાદનમાં નિકાસનો હિસ્સો 30થી 40% જેટલો છે.

વિશિષ્ટ ડિઝાઇન આપવામાં આવી શકે છે

હોન્ડાએ ચોક્કસ રકમની જાહેરાત કરી નથી, પરંતુ તેણે પુષ્ટિ કરી છે કે ભાવિ EV ફોર વ્હીલર માટે વધારાનું રોકાણ નક્કી કરવામાં આવ્યું છે. હોન્ડાના ત્સુમુરાએ જણાવ્યું હતું કે, “અમે અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, અમે આગામી ત્રણ વર્ષમાં BEV લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, તેથી સ્વાભાવિક રીતે તેમાં કેટલાક રોકાણની જરૂર છે. અમારી યોજના અમારા ઇલેક્ટ્રિફિકેશનને આગળ વધારવાની છે.” આગામી એલિવેટ EVના કોઈ સત્તાવાર ફોટા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તે પેટ્રોલ-સંચાલિત એલિવેટ તરીકે તેના સંપૂર્ણ સિલ્હૂટને જાળવી રાખે તેવી અપેક્ષા છે. SUVને ICE વર્ઝનથી અલગ કરવા માટે તેને ઘણી EV-વિશિષ્ટ ડિઝાઇન આપવામાં આવી શકે છે.

સિંગલ ચાર્જ પર 400Kmથી વધુની રેન્જ

આ મોટે ભાગે વૈશ્વિક હોન્ડા ઇલેક્ટ્રિક SUV સાથે સ્ટાઇલ શેર કરી શકે છે. ઇલેક્ટ્રીક SUVને ફ્રન્ટ-એક્સલ માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર સાથે લગભગ 40-50kWh ક્ષમતાનું બેટરી પેક મળવાની સંભાવના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તે એક જ ચાર્જ પર 400Km કરતાં વધુની રેન્જ પ્રદાન કરવામાં સક્ષમ હશે. જ્યારે લોન્ચ કરવામાં આવશે, ત્યારે Elevate EV આવનારી Hyundai Creta EV, Tata Curve EV, Maruti Suzuki eVX અને Mahindra BE.05 જેવા મોડલ સાથે સીધી સ્પર્ધા કરશે.

આ પણ જૂઓ: 20 લાખથી પણ ઓછી કિંમતમાં આવશે આ ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે ફાયદા ?

Back to top button