OpenAIએ લૉન્ચ કર્યું ChatGPT Search, Googleનું વધશે ટેંશન
- ChatGPTનો ઉપયોગ કરીને નવી માહિતી મેળવી શકશે તેમજ કોઈને પણ ઝડપી પ્રતિસાદ મળશે
નવી દિલ્હી, 1 નવેમ્બર: OpenAIએ આખરે ChatGPT Search લોન્ચ કર્યું છે. યુઝર્સમાં ઘણા સમયથી આ ફીચરની ચર્ચા ચાલી રહી હતી. આ અંગેની વિગતો અગાઉ પણ ઘણી વખત બહાર આવી હતી. તેને અલગ એપ તરીકે લોન્ચ કરવાને બદલે કંપનીએ તેને ChatGPTમાં જ ઈન્ટિગ્રેટ કરી નાખ્યું છે. જેની મદદથી કોઈપણ રિયલ ટાઈમ વેબ સર્ચ કરી શકશે. આ અપડેટ સાથે, કંપનીએ Microsoft Copilot અને Google Geminiનું ટેન્શન પણ વધાર્યું છે.
આ અપડેટ ChatGPTના Paid યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે ફ્રી યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ ChatGPTનો ઉપયોગ કરીને નવી માહિતી મેળવી શકશે તેમજ કોઈને પણ ઝડપી પ્રતિસાદ મળશે.
આ અપડેટમાં ઘણી વિગતો મળશે
કંપનીએ આ ફીચરને ChatGPT Search નામ આપ્યું છે. ChatGPT ખોલતાની સાથે જ તમને Text Boxમાં જ વેબ સર્ચનો વિકલ્પ પણ મળશે.OpenAIએ જણાવ્યું હતું કે, ચેટબોટનું નવું અપડેટ રીઅલ-ટાઇમ માહિતીને ઍક્સેસ કરવા અને પહોંચાડવામાં સક્ષમ હશે. અહીંથી તમે સમાચાર, સ્ટોકની કિંમત અને સ્પોર્ટ્સ સ્કોર જેવી તમામ માહિતી મેળવી શકશો.
આ ફીચર કેવી રીતે કામ કરે છે?
OpenAIએ સર્ચ માટે અલગ પ્રોડક્ટ લોન્ચ કરી નથી. તેના બદલે, તેને હાલના ChatGPTમાં એક ફીચર તરીકે ઉમેરવામાં આવ્યું છે. કંપનીએ તેને GPT-4ના ફાઇન ટ્યુન્ડ વર્ઝન તરીકે વર્ણવ્યું છે, જે મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ હશે. તે યુઝર્સને વધુ સારા પરિણામો અને ફોલો-અપ પ્રશ્નોના જવાબો પણ પ્રદાન કરશે.
આ મોડલ યુઝર્સને હવામાનની આગાહી અને સ્ટોકની કિંમતથી લઈને રમતગમત સુધીની માહિતી આપશે. તમને ચેટબોટના હોમપેજ પર ડાયરેક્ટ ટેબ્સ પણ મળશે.OpenAIએ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, ‘ChatGPT હવે વેબ પર પહેલા કરતા સારી રીતે સર્ચ કરી શકે છે.’ કંપનીએ કહ્યું કે, ‘હવે તમને પહેલા કરતાં વધુ ઝડપી જવાબો મળશે, જે લિંક્ડ વેબ સોર્સની લિંક્સ સાથે હશે. અગાઉ તમારે આ માટે સર્ચ એન્જિન પર જવું પડતું હતું.’ OpenAI ChatGPTનું નવું ફીચર IOS, એડ્રોઇડ અને ડેસ્કટોપ એપ પર લાઈવ થઇ ગયું છે. તમામ પ્લેટફોર્મ પર તેનો ઉપયોગ કરી શકાશે.
આ પહેલા પણ ChatGPTના આ ફીચરને લઈને ઘણી ચર્ચા થઈ હતી જો કે, યુઝર્સને આશા હતી કે કંપની એક નવી પ્રોડક્ટ લોન્ચ કરશે, જે સીધી રીતે ગૂગલ સર્ચ સાથે ટક્કર આપશે, પરંતુ OpenAIએ આવું કર્યું નહીં. સેમ ઓલ્ટમેન એ વાત સ્પષ્ટ કરી દીધી કે તે કોઈ તેવી પ્રોડક્ટ લોન્ચ કરવા માંગતા નથી જે પહેલાથી જ અસ્તિત્વમાં છે. તે એવી પ્રોડક્ટ લાવવા માંગે છે જે કામને સરળ બનાવે.
આ પણ જૂઓ: આ વિદેશી કંપનીએ ભારત સાથે કરેલી ડીલથી બની Apple કરતા પણ મૂલ્યવાન, જાણો કઈ છે