ભાવનગર: વેરિફિકેશન વગર મકાન ભાડે આપનાર 50 મકાન માલિક સામે ગુન્હો દાખલ થયો
- ભાડુઆત સબંધી તમામ વિગતો સ્થાનિક પોલીસને આપવા માટે ફરજીયાત બનાવાયું
- નિયમનું પાલન કરતા ન હોવાના કારણે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરાઇ
- પોલીસની પરમિશન વગર મકાન ભાડે આપનાર મકાન માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યા
ગુજરાત સહિત ભાવનગરમાં અસમાજીક તત્વો મકાન ભાડે રાખી ગુનાને અંજામ આપી ફરાર થઈ જતા હોવાના કારણે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસને ભાડુઆત સબંધી વિગતો આપવાનું ફરજીયાત કરાયું છે. તેમ છતાં અનેક લોકો આ નિયમનું પાલન કરતા ન હોવાના કારણે તેમની સામે કડક કાર્યવાહી કરવાનું પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયું છે.
ભાડુઆત સબંધી તમામ વિગતો સ્થાનિક પોલીસને આપવા માટે ફરજીયાત બનાવાયું
આ કાર્યવાહીના ભાગ રૂપે યોજવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં ભાવનગર શહેર અને જિલ્લાનાના પોલીસ મથકો તળે કુલ મળી 50 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂતકાળામાં અનેક ગુનેગારોએ જે શહેરમાં ગુનાને અંજામ આપ્યો હોય તેમણે ગુનો આચરવા પહેલા મકાન ભાડે રાખ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાનું અને ગુનો આચરી ફરાર થઈ જતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને તેના કારણે આવા ગુનેગારોની ભાળ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે. હવે કોઈ પણ મકાન માલિક મકાન ભાડે આપે તો તેમના માટે ભાડુઆત સબંધી તમામ વિગતો સ્થાનિક પોલીસને આપવા માટે ફરજીયાત બનાવાયું છે.
પોલીસની પરમિશન વગર મકાન ભાડે આપનાર મકાન માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યા
આ નિયમ હોવા છતાં તેનું અનેક લોકો પાલન કરતા ન હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા તા.13 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન , ધોધરોડ ,ગંગાજળિયા, બોરતળાવ, ભરતનગર, સિહોર, અલંગ,તળાજા અને પાલીતાણા ટાઉન પોલીસ પોલીસ મથક દ્વારા ભાડે આપનારા મકાન માલિકો વિરુદ્ધ જુંબેશ હાથ ધરી 50 જેટલા મકાન માલિકો વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તદુપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રપ દ્વારા પણ પોલીસની પરમિશન વગર મકાન ભાડે આપનાર મકાન માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.