ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રગ્સ પકડી શકાય તેવા કોઈ સ્કેનર મશીન કસ્ટમ વિભાગ પાસે નથી

  • એરપોર્ટ પર છેલ્લા દસ દિવસમાં 10 કરોડથી વધારેનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો
  • બે કેસની અંદર ગાંજો બહાર નીકળી ગયા પછી આરોપીઓની ધરપકડ કરાઈ હતી
  • નાર્કોટિક્સના જાણકાર અધિકારીઓ પણ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા નથી

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડ્રગ્સ પકડી શકાય તેવા કોઈ સ્કેનર મશીન કસ્ટમ વિભાગ પાસે નથી. જેનો ભરપૂર ફાયદો ડ્રગ માફિયા લઇ રહ્યા છે. અમદાવાદના એરપોર્ટ પર છેલ્લા દસ દિવસમાં 10 કરોડથી વધારેનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં બે કેસની અંદર ગાંજો બહાર નીકળી ગયા પછી આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

નાર્કોટિક્સના જાણકાર અધિકારીઓ પણ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા નથી

ડ્રગ માફિયાઓની સિન્ડિકેટ જાણે છે કે અમદાવાદના એરપોર્ટ ઉપર ડ્રગ્સને પકડી શકાય કે તેની ઓળખ કરી શકાય તેવા સ્કેનર મશીનો નથી અને નાર્કોટિક્સના જાણકાર અધિકારીઓ પણ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા નથી. જેનો ડ્રગ્સ માફિયા દ્વારા ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવે છે. હાલ અમદાવાદના એરપોર્ટ ઉપર ગ્રીન ચેનલ કે રેડ ચેનલમાંથી પેસેન્જરના લગેજનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો બેગ ખોલીને તપાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે કસ્ટમ ડ્યુટીની ચોરી કરતા પેસેન્જર પકડાઈ જતા હોય છે, પરંતુ બ્લેક પેપર અથવા તો કાર્બન પેપરમાં ગાંજો કે અન્ય પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ પેસેન્જર લઈને આવે તો કસ્ટમના સ્કેનર મશીનમાં પકડાતા નથી. જેનો ડ્રગ માફીયા પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.

કસ્ટમના અધિકારીઓએ એરપોર્ટ પર આજ દિન સુધી કોઈ મોટું ડ્રગ્સનું કનસાઈનમેન્ટ પકડ્યું નથી

કસ્ટમના અધિકારીઓને બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તેઓ બેગ ખોલીને તપાસ કરતા હોય છે. આવા સમયે કાર્બન પેપરમાં લપેટીને લાવેલો ગાંજો પણ મળી આવતો હોય છે તેની પાછળનું કારણ એવું છે કે ગાંજો મળે ત્યારે અત્યંત દુર્ગંધ મારતો હોય છે જેના કારણે ગાંજો હોવાનું માનીને કસ્ટમ અધિકારીઓ ગાંજો જપ્ત કરી લેતા હોય છે. એક બાજુ અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટને અઘ્યતન બનાવવાની વાતો ચાલી રહી છે, પેસેન્જર ફેસિલિટીની પણ વાતો કરવામાં આવે છે પણ ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટને રોકી શકાય તેવા સ્કેનર મશીનો કે નાર્કોટિક્સના જાણકાર એક્સપર્ટ ઓફિસરો એરપોર્ટ ઉપર નથી. ડી.આર.આઈ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ નેશનલ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સાથે સંકલનમાં હોવાને કારણે એરપોર્ટ પરથી કોકે બ્રાઉન સુગર કે અન્ય સિન્થેટિક ડ્રગ્સ ને પકડવામાં સફળ થાય છે. બાકી કસ્ટમના અધિકારીઓએ એરપોર્ટ પર આજ દિન સુધી કોઈ મોટું ડ્રગ્સનું કનસાઈનમેન્ટ પકડ્યું નથી.

આ પણ વાંચો: અમદાવાદ: સોલા ભાગવતપીઠના કથાકારના ફ્લાઇટ ટિકિટના નામે શ્રોતા સાથે છેતરપિંડી

Back to top button