IPL 2025 : તમામ ટીમના ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર, જાણો કોનું શું થયું
મુંબઈ, 31 ઓક્ટોબર : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી આ વર્ષે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં થઈ શકે છે. પરંતુ તે પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં જ રિટેન્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આ મુજબ, એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ જાળવી શકે છે. જો કોઈ ટીમ 6 કરતા ઓછા ખેલાડીઓને જાળવી રાખે છે, તો તે કિસ્સામાં ફ્રેન્ચાઇઝને હરાજી દરમિયાન રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે. ચાલો જાણીએ કે તમામ 10 ફ્રેન્ચાઇઝીઓ દ્વારા કયા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે…
IPLના રિટેન ખેલાડીઓની યાદી
ગુજરાત ટાઇટન્સ (GT)
- શુભમન ગિલ (16.5 કરોડ)
- રાશિદ ખાન (18 કરોડ)
- સાઈ સુદર્શન (8.5 કરોડ)
- શાહરૂખ ખાન (4 કરોડ)
- રાહુલ તેવટિયા (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
- નિકોલસ પૂરન (21 કરોડ)
- મયંક યાદવ (11 કરોડ)
- રવિ બિશ્નોઈ (11 કરોડ)
- આયુષ બદોની (4 કરોડ)
- મોહસીન ખાન (4 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
- રોહિત શર્મા (16.30 કરોડ)
- જસપ્રિત બુમરાહ (18 કરોડ)
- તિલક વર્મા (8 કરોડ)
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- મતિશા પાથિરાના (13 કરોડ)
- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
- શિવમ દુબે (12 કરોડ)
- રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
- મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
- પેટ કમિન્સ (18 કરોડ)
- હેનરિક ક્લાસેન (23 કરોડ)
- અભિષેક શર્મા (14 કરોડ)
- ટ્રેવિસ હેડ (14 કરોડ)
- નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- વિરાટ કોહલી (21 કરોડ)
- રજત પાટીદાર (11 કરોડ)
- યશ દયાલ (5 કરોડ)
દિલ્હી કેપિટલ્સ (DC)
- અક્ષર પટેલ (16.50 કરોડ)
- કુલદીપ યાદવ (13.25 કરોડ)
- ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
- અભિષેક પોરેલ (4 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
- સુનીલ નારાયણ (12 કરોડ)
- રિંકુ સિંહ (13 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- વરુણ ચક્રવર્તી (12 કરોડ)
- હર્ષિત રાણા (4 કરોડ)
- રમનદીપ સિંહ (4 કરોડ)
પંજાબ કિંગ્સ (PBKS)
- શશાંક સિંહ (5.5 કરોડ)
- પ્રભસિમરન સિંહ (4 કરોડ)
રાજસ્થાન રોયલ્સ (RR)
- સંજુ સેમસન (18 કરોડ)
- યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
- રિયાન પરાગ (14 કરોડ)
- ધ્રુવ જુરેલ (14 કરોડ)
- શિમરોન હેટમાયર (11 કરોડ)
- સંદીપ શર્મા (4 કરોડ)
એટલે કે રિટેન્શનની સૌથી મોટી વાત એ હતી કે રિષભ પંત, શ્રેયસ અય્યર, ફાફ ડુ પ્લેસિસને તેમની ટીમોએ જાળવી રાખ્યા ન હતા. જ્યારે એમએસ ધોની ફરી એકવાર આગામી સિઝનમાં રમતા જોવા મળશે. ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો :- ગૌતમ અદાણીની નજર હવે ‘હિમાલય’ ઉપર, જાણો શું છે આ પ્રોજેક્ટ અને કેમ છે તેમાં રસ?