એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગોધરાકાંડના આરોપીઓનું મહિમામંડન થાય છેઃ આ રાજ્ય અભ્યાસક્રમમાંથી પુસ્તક હટાવશે

Text To Speech

જયપુર, 31 ઑક્ટોબર, 2024: ગોધરાકાંડના આરોપીઓનું મહિમામંડન કરવામાં આવ્યું છે અને એ મુદ્દે રાજસ્થાનમાં મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. ગોધરાકાંડ ઉપર લખાયેલા પુસ્તકે રાજસ્થાનમાં રાજકીય વંટોળ જગાવ્યો છે. રાજ્યની ભજનલાલ સરકારે સ્કૂલના અભ્યાસક્રમમાં અગાઉ સામેલ કરી દેવાયાલ ગોધરાકાંડ અંગેના પુસ્તકને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યની તમામ સ્કૂલને આ પુસ્તક પરત કરી દેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ રાજ્ય સરકારે આ પુસ્તક ખરીદવાનો ઓર્ડર પણ રદ કરી દીધો છે.

જે રીતે 2008ના મુંબઈ બોંબકાંડના પાકિસ્તાની આરોપીઓને બચાવવા આરએસએસ કી સાજીશ નામે પુસ્તક લખાયું હતું એવી જ રીતે ગોધરાકાંડના કટ્ટરવાદી આરોપીઓને બચાવવા “અદૃશ્ય લોગ” નામે પુસ્તક લખાયું છે અને અગાઉની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે તેને રાજસ્થાનની સ્કૂલોના અભ્યાસક્રમમાં સામેલ કરી દીધું હતું. જોકે હવે ભાજપની સરકારે એ પુસ્તક હટાવી દેવાનો નિર્ણય કર્યો છે.

વિવાદી પુસ્તક - HDNews
વિવાદી પુસ્તક

રાજસ્થાનના શિક્ષણપ્રધાન મદન દિલાવરે જણાવ્યું કે, આ પુસ્તકમાં ગોધરા કાંડ અંગે જૂઠાણું ફેલાવામાં આવ્યું છે અને સમાજને વિભાજિત કરવામાં આવી રહ્યો છે. પુસ્તકમાં ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવનારા કટ્ટરવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ એ ઘટના માટે હિન્દુઓને અપરાધી ઠેરવવામાં આવ્યા છે. ઉપરાંત આ પુસ્તકમાં તે સમયની ગુજરાત સરકાર અંગે પણ ખોટી વાતો લખવામાં આવી છે.

રાજસ્થાનના વર્તમાન શિક્ષણપ્રધાન મદન દિલાવરે આક્ષેપ કર્યો કે, ભૂતપૂર્વ શિક્ષણપ્રધાન અને કોંગ્રેસના નેતા ગોવિંદ સિંહ ડોટાસરાએ જાણીજોઈને આ પ્રકારના પુસ્તકને રાજસ્થાનના શાળાકીય અભ્યાસક્રમમાં ઘૂસાડી દીધું છે.

આ પુસ્તક ભૂતપૂર્વ અધિકારી અને સોનિયા ગાંધીના ખાસ વિશ્વાસુ હર્ષ મંદરે લખેલું છે. 2020માં દિલ્હીમાં હિન્દુ વિરોધી તોફાનો ભડકાવવા સહિત અનેક આરોપોનો સામનો કરી રહેલા હર્ષ મંદર ઉપર હાલ સીબીઆઈ તપાસ પણ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ફટાકડાને દિવાળી સાથે લેવાદેવા નથી એવી દલીલ કરનારાઓને આપ્યો આ વિદ્વાને જવાબ

Back to top button