કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળી 2024નેશનલ

PM મોદીએ કચ્છમાં જવાનો સાથે દિવાળી ઉજવી-મીઠાઈઓ ખવડાવી, જૂઓ વીડિયો

Text To Speech

કચ્છ, 31 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન પીએમે BSF જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી.  આ સાથે પીએમ મોદીએ સરક્રીક વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને BSF જવાનોની પ્રશંસા કરી હતી. એવું નથી કે પીએમ મોદીએ પહેલીવાર સૈનિકો સાથે દિવાળી મનાવી હોય. તે પહેલા પણ આવું કરી ચુક્યા છે.

ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના લેપચામાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. 2022 માં પીએમ મોદીએ કારગીલમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.  પીએમ મોદીએ આ વર્ષે સતત 11મી વખત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી છે.

કેવડિયામાં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

કચ્છ પહોંચતા પહેલા વડાપ્રધાન કેવડિયામાં હતા. અહીં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને યુનિટી ડે પરેડમાં ભાગ લીધો હતો. કેવડિયામાં પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને દેશની એકતાની ચિંતા છે. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેટલીક શક્તિઓ ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. આવા લોકો ભારતમાં અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે આપણી સામે એક ભારત છે, જેની દ્રષ્ટિ અને દિશા બંને છે.

આ પણ વાંચો :- ફટાકડાને દિવાળી સાથે લેવાદેવા નથી એવી દલીલ કરનારાઓને આપ્યો આ વિદ્વાને જવાબ

Back to top button